loader

Breaking News


Home > National > મોદીએ કોંગ્રેસની ઝાટકણી કરી, કહ્યું તેમણે ગરીબોને ઉલ્લું જ બનાવ્યાં છે.


Foto

મોદીએ કોંગ્રેસની ઝાટકણી કરી, કહ્યું તેમણે ગરીબોને ઉલ્લું જ બનાવ્યાં છે.

May 5, 2018, 2:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર,બેંગલુરુ:કર્ણાટક વિધાનસભાનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને હવે તેનો આક્રમક તબક્કો શરૂ થઇ ગયો છે. શનિવારે ટુમકુરમાં વડાપ્રધાન મોદીએ પોતાની પહેલી રેલીને સંબોધિત કરી હતી. મોદીએ કહ્યું,કે " દરેક ચૂંટણીમાં કોંગ્રેસ ગરીબ-ગરીબ કરતી હોય છે. કોંગ્રેસ ફક્ત આ જ માળા જંપીને દર વખતે ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરે છે. ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસે દરેક ચૂંટણી જીતવા માટે ગરીબોને મૂર્ખ જ બનાવ્યા છે." ઉલ્લેખનીય છે કે મોદી આજે શનિવારે ચાર રેલીઓને સંબોધિત કરશે. જેમાં કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની શિમોગાની શિકારપુરા સીટ પણ સામેલ છે.

મહાન લોકોની ભૂમિ છે ટુમકુરૂ:મોદી

- મોદીએ પોતનાં ભાષણમાં કહ્યું કે, "ટુમકુરૂ મહાન લોકોની ભૂમિ છે. વડાપ્રધાન બન્યા પછી હું ટુમકુરૂ આવ્યો હતો અને સિદ્ધગંગા મઠમાં શિવકુમાર સ્વામીજીના આશીર્વાદ લીધા હતા." મોદીએ રાહુલ ગાંધીને પણ આડે હાથે લેતાં કહ્યું કે "કોંગ્રેસના લીડર જેમને લીલા કે લાલ મરચા વિશે પણ જાણ નથી, તે બટાકામાંથી સોનાની વાત કરે છે. અને આજે તેઓ ખેડૂતની વાતો કરી રહ્યા છે."કોંગ્રેસ ઉપર આક્રમક પ્રહાર કરતાં તેમણે ઉમેર્યું કે- "કોંગ્રેસ વર્ષો સુધી ગરીબ-ગરીબ કરતી રહી. પરંતુ તેમના એ ભાષણોમાંથી કંઇ ન ઊપજ્યું. છેવટે તેઓ ભારતના ગરીબોનું જીવન સુધારવામાં સદંતર નિષ્ફળ ગયા. હવે કોંગ્રેસે ગરીબ-ગરીબ કહેવાનું બંધ કરી દીધું છે, કારણકે જનતાએ એક ગરીબ માતાના દીકરાને દેશનો વડાપ્રધાન બનાવ્યો છે."

"ઇન્દિરા ગાંધીના સમયથી જ કોંગ્રેસે ચૂંટણી જીતવા ગરીબોને મૂર્ખ જ બનાવ્યાં છે.:

મોદિએ કોંગ્રેસને કહ્યું કે તે જૂઠાણા લોકોની પાર્ટી છે, તેઓ વોટ્સ માટે જૂઠ્ઠું બોલે છે. તેમને ન તો લોકોને ન તો ખેડૂતોની અને ન તો ગરીબોની કે કોઈની પડી છે. લોકો હવે કોંગ્રેસથી થાકી ગયા છે."

- "કર્ણાટકના લોકોએ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચેના આ ગર્ભિત ગઠબંધનને સમજવાની જરૂર છે. તે લોકો ઝઘડવાનું નાટક કરે છે પરંતુ બેંગલુરૂતોમાં જેડીએસે કોંગ્રેસ મેયરનું સમર્થન કર્યું છે."

- કેમ "ટુમકુરૂના લોકોને હજુસુધી હેમાવતી નદીનું પાણી ઉપલબ્ધ થયું નથી?:

અમારી સરકારે સિંચાઇના પ્રોજેક્ટ્સ પર કામ કર્યું , જે છેલ્લા 30 વર્ષોમાં શરું ન થઈ શક્યું. કોંગ્રેસને ખાલી કાળા નાણાની તિજોરીઓ ભરવામાં જ રસ છે."

મોદીએ ટ્વિટ કરીને રેલીની જાણકારી આપી - પીએમ મોદી બુધવારથી કર્ણાટકમાં ચૂંટણી રેલીઓને સંબોધી રહ્યા છે. આ પહેલા કેમણે ગુલબર્ગા અને બલ્લારી અને ત્યારબાદ બેંગલુરૂમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. આજે મોદી હસન જિલ્લાના નીલામંગલા, ચિકમંગલુરૂના શિમોગા, મંગલુરૂ અને હાવેરી જિલ્લાના ગડગમાં ચૂંટણી રેલીઓને સંબોધીત કરશે.

- પીએમ મોદીએ આજે સવારે ટ્વિટ કરીને પોતાની રેલીઓ અંગે જાણકારી આપી છે. પીએમએ કહ્યું કે તેઓ આજે એકવાર ફરી કર્ણાટકના લોકોને સંબોધિત કરશે. મોદીએ કહ્યું કે આજે તેઓ 4 રેલીઓ કરવાનાં છે.

- મોદી કર્ણાટકમાં 15 રેલીઓ કરવાના હતા, પરંતુ એક શક્યતા પ્રમાણે તેઓ 21 રેલીઓ પણ કરી શકે છે.

બેલ્લારીમાં PM બોલ્યા:કોંગ્રેસનો આખરી કિલ્લો હવે ધ્વસ્ત કરીશું:

-નોધનીય છે કે આ પહેલા બેલ્લારીમાં ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસનો આ આખરી કિલ્લો પણ હવે ધ્વસ્ત કરીશું એ નક્કી છે. અને તેમાં બેંગલુરૂની રેલીમાં પીએમએ કોંગ્રેસ અને સીએમ સિદ્ધારમૈયા પર આક્રમક હુમલાઓ કર્યા હતાં. મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને બેલ્લારીને બદનામ કરવાની પૂરી કોશિશ કરી રહ્યાં છે. દેશ અને દુનિયામાં બેલ્લારીને ખોટી રીતે પ્રચારિત કરવામાં આવી રહ્યું છે, જેમકે અહીંયા કોઇ ચોર અને લૂંટારા રહે છે. ઉલ્લેખનીય છે કે પીએમએ પોતાના ભાષણની શરૂઆત કન્નડ ભાષામાં કરી હતી.

- તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં સીધા-રૂપિયા સરકાર છે, આ રૂપિયા સરકારે કર્ણાટકને કરોડોનાં દેવાના બોજમાં ડૂબાડી દીધું છે.