loader

Breaking News


Home > National > મોદીનાં ડુપ્લિકેટને જનતાએ માર્યો ઢોર માર, જાણો પુરુ કારણ


Foto

મોદીનાં ડુપ્લિકેટને જનતાએ માર્યો ઢોર માર, જાણો પુરુ કારણ

Oct. 9, 2018, 10:44 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભાજપ માટે 2014માં મોદી નામની લહેર આવતા દેશમાં મોદી-મોદીની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. તમે બોલવુડની એક ફિલ્મ ડુપ્લિકેટ જોઇ જ હશે. જેમા સલમાન ખાન ડબલ રોલમાં ભૂમિકા ભજવતો બતાવવામાં આવ્યો છે. જેમા એક સીધો અને બીજો ટપોરી બતાવવામાં આવ્યો છે. જેમા એક ભૂલ કરે તો બીજાને તે ભૂલની સજા મળે છે તેવી જ રીતે વાસ્તવિક જીવનમાં મોદીનાં એક ડુપ્લિકેટને જનતાએ ખૂબ જ ઢોર માર માર્યો હતો.



જનતાનાં વિશ્વાસને પોતાના ખોટા નિવેદનોથી, ખોટા નિર્ણયોથી ખોઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દેશની જનતાની ગાજ હવે વધી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. જેનુ તાજેતરનું ઉદાહરણ યુપીનાં સહારનપુરમાં રહેતા અભિનંદન પાઠક બન્યા છે. જેમનો ચહેરો નરેન્દ્ર મોદીથી મળે છે. જે આજકાલ ભાજપથી નારાજથી થઇ ગયા છે. જેનુ કારણ મોદી પરનો જનતાનો ઓછો થઇ રહેલો વિશ્વાસ, ભરોસો છે. જુનિયર મોદીનાં નામથી ફેમસ અભિનંદન પાઠકે પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે, મોદીનાં કારણે મારુ વ્યક્તિગત જીવન ખૂબ પ્રભાવિત થયુ છે. ભાજપામાં બાધા એક અહંકારમાં જીવી રહ્યા છે. મને લોકો પૂછે છે કે, અચ્છે દિન કબ આયેગે. તેટલું જ નહિ જનતાનો વિશ્વાસ ખોઇ ચુકેલા મોદીનાં ડુપ્લિકેટ હોવાના કારણે લોકોએ માને ઘણીવાર ઢોર માર માર્યો હતો અને મારા કપડા પણ ફાંડી કાઠ્યા હતા.

મોદીની તમામ રેલીઓમાં દેખવા મળતા અભિનંદન પાઠકે હવે મોદીની સામે પડવાનો નિર્ણય કરી દીધો છે. તેમણે કહ્યુ છે કે, જો મારી વાત વડાપ્રધાન મોદી સુધી પહોચતી જ નથી તો હુ સોનિયા અને રાહુલને મળીશ અને આવનારી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરીશ.