loader

Breaking News


Home > National > લોકસભાની ચુંટણી પહેલા પોતાની છબી સુધારી શકશે મોદી સરકાર?


Foto

લોકસભાની ચુંટણી પહેલા પોતાની છબી સુધારી શકશે મોદી સરકાર?

Oct. 16, 2018, 2:14 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મોદી સરકારે 2019 લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે મોદી સરકારનો ગ્રાફ દિવસ જતા નીચે આવી રહ્યો છે. તેનો એક દાખલો ગુજરાત વિધાનસભાની ચુંટણી હતી, જેમાં તે 150 સીટો લાવવાની વાત કરી રહ્યા હતા, જે 99એ આવીને અટકી ગઇ હતી. તે સિવાય પણ મોદી સરકારનાં પોતાના ઘણા એવા નિર્ણયો છે જેના કારણે આજે તે આ દિવસ જોઇ રહી છે. 2014ની લહેર થોડી ફીકી પડી હોય તેવુ સ્પષ્ટ પણે દેખાઇ રહ્યુ છે.



ભાજપ વર્ષ 2014માં સત્તા પર આવી હતી. તે પહેલા નરેન્દ્ર મોદીએ ઘણી જનસભાઓ સંબોધી હતી, જેમાં તેમણે જનતાને સંબોધતા કહ્યુ હતુ કે, કાળુનાંણુ પાછુ આવુ જોઇએ કે ન આવવુ જોઇએ?, આ ચોર લુટારુઓ પાસેથી એક એક રૂપિયો પાછો લેવો જોઇએ કે ન લેવો જોઇએ?, આ રૂપિયા પર જનતાનો અધિકાર છે કે નહી?, આ રૂપિયો જનતાને કામ આવવો જોઇએ કે નહી?, જો કાળુનાંણુ પાછુ આવશે તો કહેશો ત્યા રેલ્વે લાઇન કરી શકશો. આ સિવાય તેમણે નોટબંદી સમયે કહ્યુ હતુ કે, આ નિર્ણયથી કાળુનાંણુ બહાર આવી જશે અને લોકોનાં ખાતામાં 15-15 લાખ રૂપિયા જમા કરવામાં આવશે. મોદી સરકારનાં આ વાયદાઓમાંથી કેટલા પુરા થયા તે હવે કહેવાની જરૂર નથી.

મોદી સરકારે ભવિષ્યનું ધ્યાને લઇને હવે તેમનુ આગામી લક્ષ્ય લોકસભાની ચુંટણી રાખ્યું છે. જે માટે મોદી સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. મોદી સરકાર કરેલા વાયદાઓ પુરા કરવામાં અસફળ રહેતા જનતામાં સરકારને લઇને છબી બગડી છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં મોદી સરકાર પોતાની છબી સુધારવા શું પગલા લેશે.