loader

Breaking News


Home > National > મોદી સરકારે મંદિર નિર્માણનાં નામે હિંદુઓને છેતર્યા, પ્રવિણ તોગડિયાનો આક્ષેપ


Foto

મોદી સરકારે મંદિર નિર્માણનાં નામે હિંદુઓને છેતર્યા, પ્રવિણ તોગડિયાનો આક્ષેપ

June 27, 2018, 1:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : વિશ્વ હિંદુ પરિષદનાં પૂર્વ નેતા પ્રવિણ તોગડિયાએ મંગળવારે કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. તોગડીયાએ જણાવ્યું હતું કે સરકારે અયોધ્યા, કાશી અને મથુરામાં મંદિર નિર્માણ માટે કાયદો નથી બનાવ્યો. લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તોગડીયાએ જણાવ્યું હતું કે મોદી સરકારે અયોધ્યામાં મંદિર નિર્માણ માટે કઈ કર્યું નથી. કેન્દ્રની ભાજપ સરકારે અયોધ્યા, કાશી અને મથુરામાં મંદિર નિર્માણ માટે કાયદો બનાવીને કરોડો હિંદુઓ સાથે છેતરપિંડી કરી છે.

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદનાં નામથી નવું સંગઠન બનાવનાર પ્રવિણ તોગડીયાએ જણાવ્યું હતું કે તેઓએ ખુદ રામમંદિર સંબંધિત કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી રાખ્યો છે. પરંતુ સરકાર અન્ય કામોમાં ઘણી વ્યસ્ત છે તે માટે આ કાયદાને સંસદમાં પસાર કરાવવો જોઈએ.