loader

Breaking News


Home > Gujarat > મોદી સરકાર પાસે બેરોજગારી, જીડીપી અને નોટબંદી બાદ જમા આવકનાં આંકડાઓ નથીઃ હાર્દિક પટેલ


Foto

મોદી સરકાર પાસે બેરોજગારી, જીડીપી અને નોટબંદી બાદ જમા આવકનાં આંકડાઓ નથીઃ હાર્દિક પટેલ

Feb. 6, 2018, 8:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : દેશમાં મોદી સરકારનાં આવ્યા બાદ બેરોજગારોનું પ્રમાણ વધ્યુ છે. જ્યા વર્ષે 2 કરોડ નોકરી આપવાનાં વાયદાઓ કરવામાં આવ્યા હતા, તે ન પૂરા થતા જેની પાસે નોકરીઓ હતી તેની પણ આ સરકારે પોતાના ખોટા નિર્ણયો દ્વારા નોકરી છીનવી લીધી તેવું સુત્રો દ્વારા જાણકારી પ્રાત થયેલ છે. મોદી સરકાર પોતાના ભાષણમાં ઘણા વાયદાઓ કરે છે પરંતુ કેટલા તે પૂરા કરે છે તે આજે કહેવાની જરૂર રહી નથી. મોદી સરકાર આકરા પ્રહાર કરતા હાર્દિકે પણ એક ટ્વીટ કરી છે, મુખ્ય આર્થિક સલાહકાર પાસે બેરોજગારીનાં આંકડાઓ નથી, નાણા મંત્રી પાસે જીડીપીનાં આંકડાઓ નથી, આર.બી.આઇ. પાસે નોટબંદી બાદ જમા થયેલ નોટોનાં આંકડાઓ નથી.



દેશની આર્થિક સ્થિતિ આજે દરેક નાગરિક જાણે છે. શું થવુ જોઇએ અને શું થઇ ગયુ આ મુદ્દે આજે દેશની જનતા ચર્ચાઓ કરી રહી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ દેશની જનતા કહે છે કે, આ કેવી સરકાર જ્યા રાતો રાત નિર્ણયો લેવામાં આવે છે પણ તેના પર કોઇ પૂર્વ વિચારણા કરવામાં આવતી નથી, કોઇ પણ નિર્ણયને જનતા સમક્ષ થોપી દેવામાં આવે છે. જ્યારે દેશમાં યુપીએની સરકાર હતી ત્યારે જીએસટી પર તાજેતરનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિવેદન આપે છે કે જીએસટી ક્યારે સફળ થશે નહી અને એનડીએની સરકાર બનતા જીએસટીને ઉતાવળીયા પગલે લાગુ કરવામાં આવે છે. જે આધારકાર્ડને યુપીએનો ફ્લોપ પ્લાન બતાવ્યો તેને આજે બેંક એકાઉન્ટ સાથે લીંક કરાવવામાં આવે છે.

પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે પણ મોદી સરકારને આઇનો બતાવવાનો પ્રયત્ન કરતા દેશની જનતાને સરકાર પાસે જરૂરી આંકડો ન હોવાનું ટ્વીટ કરી જણાવ્યુ છે. હાર્દિકે બેરોજગારી, જીડીપી અને નોટબંદી બાદ જમા થયેલ આવકનાં આંકડાઓ સરકાર પાસે નથી તેવી ટ્વીટ કરી સરકારની પોલ ખોલી દીધી છે.