loader

Breaking News


Home > National > પાછલી UPA સરકાર કરતાં પણ ખરાબ છે મોદી સરકાર : રાજ ઠાકરે


Foto

પાછલી UPA સરકાર કરતાં પણ ખરાબ છે મોદી સરકાર : રાજ ઠાકરે

Sept. 10, 2018, 11:22 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે કેન્દ્રની હાલની સરકાર અગાઉની યુનાઇટેડ પ્રોગેસિવ એલાયન્સ (યુપીએ ) સરકાર કરતા પણ ખરાબ છે. મનસેએ કોંગ્રેસ તરફથી આપાયેલ પેટ્રોલ - ડીઝલના ભાવવધારા વિરુદ્ધ બંધના એલાનને સમર્થન આપ્યું હતું.

ઠાકરેએ પત્રકારોને સંબોધન કરતી વખતે શિવસેનાએ પર આ બંધને સમર્થન નહિ કરવા પર નિશાન તાક્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને દરેક પ્રકારની ખોટી વાતો ફેલાવવાની આદત છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારે જળ સંકટનો ઉકેલ મેળવવા માટે રાજ્યમાં 1.20 કુવા ખોદ્યા હોવાનો જૂઠો દાવો કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં ખુલ્લા જગ્યાને શૌચમુક્ત બનાવવામાં પણ ખોટો દાવો કરવામાં આવ્યો હતો.