loader

Breaking News


Home > National > મોદી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ ગામેગામ પહોંચાડવામાં આવશે, ભાજપ એક્શન મોડમાં


Foto

મોદી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ ગામેગામ પહોંચાડવામાં આવશે, ભાજપ એક્શન મોડમાં

May 22, 2018, 2:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઇને હવે ભાજપ એક્શન મોડમાં છે. નરેન્દ્ર મોદી સરકાર ચાર વર્ષ સત્તામાં પૂર્ણ કરી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીના પ્રયાસ છે કે આ ચાર વર્ષની સિદ્ધીઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવનાર છે. આના મારફતે વર્ષ ૨૦૧૯ માટે મજબુત માહોલ પણ સર્જવામાં આવનાર છે. આ જ કારણ છે કે સરકારની ચાર વર્ષની સિદ્ધીઓને ગામ, બુથ અને દરેક ચાર રસ્તા પર પહોંચાડી દેવાના પ્રયાસ કરવામાં આવનાર છે. આના માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવનાર છે. પાર્ટી આને માટે આશરે ૧૫ દિવસ સુધી એક અભિયાન છેડનાર છે. જેમાં સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવનાર છે.

કાર્યક્રમની શરૂઆ ૨૬મી મેના દિવસથી કરવામાં આવનાર છે. આ તમામ કાર્યક્રમ ૧૧મી મે સુધી ચાલનાર છે. આ ગાળા દરમિયાન પાર્ટીનુ ધ્યાન મધ્યમ વર્ગ પર કેન્દ્રિત કરવામા ંઆવ્યુ છે. મધ્યમ વર્ગના પોતાના પરંપરાગત મતદારોને જાળવી રાખવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરોમાં ભાજપની સ્થિતિ નબળી પડી રહી છે.

શહેરોમાં ભાજપની સ્થિતિ નબળી પડી રહી છે. જેને મજબુત કરવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. આની શરૂઆત બુદ્ધિજીવી સંમેલન સાથે કરવામાં આવનાર છે. જિલ્લામાં સાહિત્યકારો, બુદ્ધીજીવીઓ, કલાકારોના સંમેલન થશે. ત્યારબાદ ૧૧મી જુન સુધી કેન્દ્ર સરકારની સિદ્ધીઓના દસ્તાવેજા તૈયાર કરવામાં આવ્યા છે. આ સિદ્ધીઓના દસ્તાવેજા લોકોની અંદર આપવામાં આવશે. અભિયાનમાં કેન્દ્ર અને પ્રદેશ સરકારના પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો હાજર રહેશે. મેયર, જિલ્લા પંચાયતના અધ્યક્ષો પણ આમાં સામેલ થનાર છે. ૨૬મી મેથી ૧૧મી જુન દરમનિયાન બુથ સંપર્ક અભિયાન પણ ચલાવવામાં આવનાર છે.