loader

Breaking News


Home > National > નરેન્દ્ર મોદીએ ચીનનાં પ્રમુખ શી જિંગપિંગને ભારતની મુલાકાત લેવાનું નિમંત્રણ આપ્યું, ડોકલામ અંગે થઇ ચર્ચા


Foto

નરેન્દ્ર મોદીએ ચીનનાં પ્રમુખ શી જિંગપિંગને ભારતની મુલાકાત લેવાનું નિમંત્રણ આપ્યું, ડોકલામ અંગે થઇ ચર્ચા

April 28, 2018, 2:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શી જિંગપિંગ વચ્ચે ખુબ જ સાનુકુળ માહોલમાં અનૌપચારિક શિખર બેઠક થઇ હતી. આ બેઠક દરમિયાન મોદીએ વર્ષ ૨૦૧૯માં આવી જ બેઠક ભારતમાં યોજવા માટે અને આના માટે ચીની પ્રમુખને હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. મોદીએ આગામી શિખર બેઠક ભારતમાં યોજવાની તૈયારી બતાવી હતી. મોદી તરફથી કરવામાં આવેલી આ ઓફરને ચીની પ્રમુખે સ્વીકારી લીધી હતી.

ચીની પ્રમુખ જિંગપિંગ સાથે મધ્ય ચીની શહેર વુહાનમાં અનૌપચારિક શિખર બેઠકના ભાગરુપે પ્રતિનિધિસ્તરની મંત્રણા દરમિયાન મોદીએ કહ્યું હતું કે, આ પ્રકારની અનૌપચારિક શિખર બેઠકો બંને દેશો વચ્ચે જારી રહે તે જરૂરી છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, ભારતમાં આ પ્રકારની અનૌપચારિક બેઠક યોજવા માટે અવકાશ છે. બીજી બાજુ જિંગપિંગે કહ્યું હતું કે, બંને દેશોએ ખુબ નજીકના સંબંધો સ્થાપિત કરી લીધા છે. છેલ્લા પાંચ વર્ષમાં ઘણી બધી સિદ્ધિઓ હાસલ કરવામાં આવી છે. ચીની પ્રમુખે ઉમેર્યું હતું કે, આ પ્રકારની મંત્રણાથી પારસ્પરિક સંપર્કો વધારે મજબૂત થશે.