loader

Breaking News


Home > National > ભારતથી ભાગેલો નિરવ મોદી હવે લંડનમાં માંગી રહ્યો છે રાજકીય શરણ


Foto

ભારતથી ભાગેલો નિરવ મોદી હવે લંડનમાં માંગી રહ્યો છે રાજકીય શરણ

June 11, 2018, 11:32 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતમાં કરોડો એઉપીયનું કૌભાંડ કરીને દેશનો અબજપતિ જવેલર્સ નિરવ મોદી લંડન ભાગી ગયો છે જ્યાં તે હવે રાજકીય શરણની વાત કરી રહ્યો છે. ગઈકાલે એક અખબાર નાં રીપોર્ટમાં ભારતીય અને બ્રિટીશ અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ આ દાવો કર્યો છે.

બ્રિટનના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે તેઓ કોઇપણ વ્યક્તિગત બાબતોની માહિતી નથી આપતાં. જો કે આ બાબતે નિરવ મોદી સાથે સંપર્ક સાધી શકાયો નથી. ઉલ્લેખનીય છે કે દેશની બીજી મોટી બેંક પંજાબ નેશનલ બેન્કે આ અગાઉ દાવો કર્યો હતો કે નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ ૧૧ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું જો કે આ માહિતી બહાર આવે તે પહેલા તેઓ દેશ છોડીને ભાગી ગયા હતા. સુત્રોનાં જણાવ્યા મુજબ નિરવ મોદી હાલ ન્યુયોર્કમાં છુપાયો છે.