loader

Breaking News


Home > National > આંખોથી આંખ ન મેળવી શકતા નિવેદન પર મોદીએ રાહુલને આપ્યો આ જવાબ


Foto

આંખોથી આંખ ન મેળવી શકતા નિવેદન પર મોદીએ રાહુલને આપ્યો આ જવાબ

July 21, 2018, 8:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં આંખોથી આંખો ન મેળવી શકતા નિવેદન પર ચુટકી લીધી હતી. સાથે તેમણે વિપક્ષી દળોની પણ બોલતી બંધ કરી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, વિપક્ષ અમને સત્તાથી ઉખાડી ફેંકવા ઉતાવળુ બન્યુ છે. વિપક્ષનો એક માત્રનો નારો છે મોદી હટાઓ.




લોકસભામાં રાહુલ ગાંધીનાં સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો બાદ પીએમ મોદીએ તેનો જવાબ પોતાના અંદાજમાં આપ્યો હતો. તેમણે રાહુલની આંખથી આંખ ન મેળવી શકતા નિવેદન પર કહ્યુ કે, એક ગરીબ માં નો દિકરો, પછાત જાતિથી આવનાર નરેન્દ્ર મોદી આ સાહસ કેવી રીતે કરી શકે છે? તેટલું જ નહી મોદીએ રાહુલને જવાબ આપતા કહ્યુ કે, તમે તો નામદાર છો અને હુ કામગાર છુ. અમે તમારી આંખમાં આંખ કેવી રીતે મેળવી શકીએ છીએ? વધુમાં તેમણે લોકસભામાં રાહુલની આંખ મારવાનાં અંદાજ પર સીધો વાર કરતા કહ્યુ કે, આંખોની રમત સમગ્ર દેશ જોઇ ચુક્યો છે. આંખોની વાત કરીને આંખની હરકત સમગ્ર દેશે જોઇ છે, આંખોની વાત કરીને લોકસભામાં સત્યને રોંદવામાં આવ્યુ છે.