loader

Breaking News


Home > National > મોદી - શાહ - યેદિયુરપ્પા માફી માંગે અથવા માનહાનીનાં દાવાનો સામનો કરે, સિદ્ધારમૈયાએ મોકલી નોટીસ


Foto

મોદી - શાહ - યેદિયુરપ્પા માફી માંગે અથવા માનહાનીનાં દાવાનો સામનો કરે, સિદ્ધારમૈયાએ મોકલી નોટીસ

May 8, 2018, 10:01 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટકમાં ચુંટણી પ્રચાર ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે ત્યારે આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ તેજ થઇ ગઈ છે. કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને નોટીસ મોકલી છે અને તેમને ચેતવણી આપી છે કે તેઓ ફોજદારી અને દીવાની માનહાનીનો દાવો કરશે. ઉલ્લેખનીય છે કે સીદ્ધારમૈયા પર મોદી અને શાહે ભ્રષ્ટાચારનાં આક્ષેપ લગાવ્યાં હતા.

સિદ્ધારમૈયાએ આ સાથે જ ભાજપનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર બી.એસ.યેદીયુરપ્પા વિરુદ્ધ પણ નોટીસ મોકલી છે જેમાં કોંગ્રેસ વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપ લગાવવામાં આવ્યાં છે. આ નોટીસમાં બિન શરતી માફી માંગવા અથવા ૧૦૦ કરોડ રૂપિયાનાં માનહાનીનાં દવાનો સામનો કરવાનું જણાવવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદીએ સિદ્ધારમૈયા વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારને લઈને શાબ્દિક પ્રહારો કર્યા હતા તેમજ તેમની સરકારને સીધા રૂપિયાની સરકાર તેમજ ૧૦ ટકા કમીશન વાલી સરકાર કહ્યાં હતા.