loader

Breaking News


Home > National > ગાંધીજીની જગ્યાએ મોદી સરકાર નોટો પર સાવરકરનો ફોટો લગાવે, તેમને ભારતરત્ન આપે: હિંદુ મહાસભા


Foto

ગાંધીજીની જગ્યાએ મોદી સરકાર નોટો પર સાવરકરનો ફોટો લગાવે, તેમને ભારતરત્ન આપે: હિંદુ મહાસભા

May 30, 2018, 3:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:અખિલ ભારતીય હિંદુ મહાસભા(ABVP) એ ભારતીય, ચલણી નોટોમાંથી મહાત્માં ગાંધીનો ફોટો હટાવીને વીર સાવરકરનો ફોટો લાગાવવાની મોદી સરકારને માંગણી કરી છે.આ વાતની પૃષ્ટિ ખુદ હિંદુ મહાસભાના અધ્યક્ષ આચાર્ય ચક્રપણી મહારાજે કહી છે તેમણે એવું નિવેદન આપ્યું કે ચલણી નોટોમાં ગાંધીજીની જગ્યાએ સાવરકરનો ફોટો કેન્દ્ર સરકાર લગાવે. આ ઉપરાંત તેમણે વીર સાવરકરને ભારતરત્ન આપવાની પણ માંગણી કરી છે. તેમણે કહ્યું હતું કે ભારતીય સ્વતંત્રતાની લડાઈમાં, આંદોલનોમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હતું.તેને કારણે તેમનો ફોટો ભારતીય ચલણી નોટોમાં હોવો જ જોઈએ.

અગાઉ હિંદુ મહાસભાનાં અધ્યક્ષ સ્વામી ચક્ર્પાણી મહારાજે અલીગઢ મુસ્લીમ યુનિવર્સીટીમાં મોહમ્મદ અલી ઝીણાની તસ્વીર પર થયેલાં વિવાદમાં પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ઘટાના દેશનાં મહાપુરુષોનું અપમાન છે , તેમણે AMU યુ.નિ.ને મિની પાકિસ્તાન કહ્યું હતું. ઝીણાને ભારત અને પાકીસ્તાનનાં ભાગલા માટે જવાબદાર ગણાવ્યાં હતાં.

મહત્વની વાત એ છે કે,સાવરકર ઉપર વાંરવાર ગાંધીજીની હત્યાનાં ષડયંત્રમાં સંડોવણીનો આરોપ મુકવામાં આવતો રહ્યો છે, જોકે સુપ્રીમ કોર્ટે ગાંધીજીની હત્યામાં સાવરકરની કોઈ પણ પ્રકારની ભુમિકાનો ઈનકાર કરી દીધો છે.