loader

Breaking News


Home > National > મધ્યપ્રદેશનાં રાજગઢ પહોંચ્યા PM મોદી, દેશને સમર્પિત કરશે મોહનપુરા બંધ


Foto

મધ્યપ્રદેશનાં રાજગઢ પહોંચ્યા PM મોદી, દેશને સમર્પિત કરશે મોહનપુરા બંધ

June 23, 2018, 12:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ભોપાલ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશનાં એક દિવસનાં પ્રવાસે પહોંચી ગયા છે. અહી PM મોદી વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે તેમજ રાજગઢમાં એક સભાને પણ સંબોધિત કરશે. આ વર્ષનાં અંતમાં મધ્યપ્રદેશમાં ચુંટણી યોજાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

વિશેષ વિમાનથી રાજધાની ભોપાલ ઉતર્યા બાદ પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટર દ્વારા રાજગઢ પહોંચશે. અહી તેઓ મોહનપુરા સ્થિત બંધ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. આ યોજનાથી રાજગઢનાં લોકોને પીવાના પાણી ઉપરાંત સિંચાઈની સગવડ પણ મળશે. PM મોદી રાજગઢમાં એક વિશાળ જનસભાને પણ સંબોધન કરશે.