loader

Breaking News


Home > Gujarat > 4 માર્ચે મોદી ગુજરાતની મુલાકાતેઃ ભાજપ કરશે ભવ્ય સ્વાગત


Foto

4 માર્ચે મોદી ગુજરાતની મુલાકાતેઃ ભાજપ કરશે ભવ્ય સ્વાગત

March 1, 2019, 3 p.m.
      Whatsapp   

ભારત-પાકિસ્તાન સરહદે હજુ પણ તંગદીલ સ્થિતિ છે. યુધ્ધની આશંકા પણ શાંત પડી નથી ત્યાં, ભાજપ લોકસભાની ચૂંટણી જીતવા એકપણ તક છોડે તેમ નથી. ત્યારે, ભાજપે એરસ્ટ્રાઇકનો ભરપૂર રાજકીય લાભ લેવા તૈયારીઓ કરી છે. ૪થી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે, ત્યારે તેમનુ ભવ્ય સ્વાગત કરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીનું અગાઉ કયારેય નહી થયુ હોય તેવુ જોરદાર સ્વાગત કરવા ભાજપે આયોજન ઘડયુ છે. રાસમંડળી,ઢોલત્રાંસાની ધૂન વચ્ચે તેમને આવકારાશે.આ ઉપરાંત રસ્તાની બંન્ને બાજુએ કાર્યકરો ત્રિરંગા લઇને તેમનુ અભિવાદન ઝિલશે. અમદાવાદ શહેરના મુખ્ય રસ્તાઓ પર સ્વાગત દ્વાર ઉભા કરવા પણ નક્કી કરાયુ છે. શહેરમાં ઠેર ઠેર નરેન્દ્ર મોદીના વિશાળ કટઆઉટ મૂકવામાં આવનાર છે.

૪થી માર્ચે એસજી હાઇવે પર ઉમિયામાતાના મંદિરનુ ખાતમુહુર્ત કરશે. ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલનુ લોકાપર્ણ કરશે. આ ઉપરાંત વસ્ત્રાલ મેટ્રોરેલના પ્રથમ ફેઝનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.