loader

Breaking News


Home > National > નેપાળનાં બેદિવસીય પ્રવાસ પછી PM મોદી આજે ભારત પરત ફરશે


Foto

નેપાળનાં બેદિવસીય પ્રવાસ પછી PM મોદી આજે ભારત પરત ફરશે

May 12, 2018, 5:11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેપાળ પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ હતો. શુક્રવારે જનકપૂરમાં જાનકી મંદિરની મુલાકાત પછી PM મોદી મુક્તિનાથ મંદિરે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળનાં પ્રધાનમંત્રી ઓલી વચ્ચે આજે અલગ અલગ મુદ્દાઓ અને પ્રશ્નોને લઈને દ્વિપક્ષીય ચર્ચાઓ યોજાઈ હતી.

આ ગાળા દરમિયાન મોદીએ ભારત અને નેપાળના સંબંધોને યુગ જુના ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નેપાળ વગર ભારતના ધામ પણ અધુરા છે અને રામ પણ અધુરા છે. મોદીએ ઉમેર્યું હતું કે, બંને દેશોની મિત્રતા કોઇ રણનીતિ અથવા રાજદ્વારી નીતિ સાથે સંબંધિત નથી. મોદીએ કહ્યું હતું કે, સીતાએ જ ભદ્રકાળી એકાદશીના દિવસે તેમને દર્શન કરવા માટે નક્કી કર્યું હતું. તેઓ બે દિવસનાં પ્રવાસ બાદ આજે ભારત પરત ફરશે.