loader

Breaking News


Home > National > PM મોદીએ સ્વિકારી વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જ, વિડીઓ અપલોડ કરશે


Foto

PM મોદીએ સ્વિકારી વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જ, વિડીઓ અપલોડ કરશે

May 24, 2018, 4:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન અને ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વીટર પર એક ફિટનેસ ચેલેન્જ શરૂ કર્યા બાદ આને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. રાઠોડે આમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પણ ચેલેન્જ કર્યો હતો. કોહલીએ આ ચેલેન્જ સ્વીકાર કરીને આને પૂર્ણ કરીને ત્રણ અન્ય લોકોને તેમાં ટેગ કર્યા હતા. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે. મોદીએ હવે વિરાટ કોહલીના ચેલેન્જને સ્વીકાર કરીને તેમાં આગળ વધવાનો સંકેત આપ્યો છે.

મોદીએ ગુરૂવારના દિવસે ટ્વીટ કરીને કહ્યુ છે કે વિરાટ કોહલીના ચેલેન્જને તેઓ સ્વીકાર કરે છે. મોદીએ પોતાના ફિટનેસ ચેલેન્જ વિડિયો ટુંક સમયમાં જ શેયર કરવાની વાત કરી છે. રાજ્યવર્ધનસિંહ રાઠોડે મંગળવારના દિવસે પુશઅપ્સ કરીને પોતાના એક વિડિયો ટ્‌વીટ કર્યો હતો. રાજ્યવર્ધને આ વિડિયોમાં લોકોને પોતાના ફિટનેસ મંત્રના એક વિડિયો શુટ કરીને શેયર કરવા માટે કહ્યુ હતુ.