loader

Breaking News


Home > National > મસ્જિદમાં ધર્મગુરુ સાથે મુલાકાત કરશે PM મોદી, દાઉદી વહોરા સમુદાયને કરશે સંબોધિત


Foto

મસ્જિદમાં ધર્મગુરુ સાથે મુલાકાત કરશે PM મોદી, દાઉદી વહોરા સમુદાયને કરશે સંબોધિત

Sept. 14, 2018, 10:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ઇન્દોર : દાઉદી વોહરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે મુલાકાત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ઇન્દોર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી પોતાના આ કાર્યક્રમ દરમિયાન સૈફી નગરની મસ્જિદમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને મળશે. આ મસ્જિદમાં દાઉદી વહોરા સમુદાયના ધર્મગુરુના પ્રવચનના નવ દિવસનો કાર્યક્રમ બુધવારથી શરુ રહ્યો છે. દુનિયાભરના દાઉદી વ્હોરા સમુદાયના હજારો લોકો આ ધાર્મિક કાર્યક્રમ માટે ઇન્દોર પહોંચ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૈયદના મુફ્તક સૈફુદ્દીન સાથેની મુલાકાત પછી વડાપ્રધાન દાઉદી બોહરા સમુદાયના લોકોને સંબોધશે. આ દરમિયાન, લોકસભા અધ્યક્ષ અને સ્થાનિક એમપી સુમિત્રા મહાજન, મધ્ય પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહેશે. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાનની મુલાકાતની એક મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ સ્થળોએ 4,000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે.