loader

Breaking News


Home > Gujarat > આજે ગુજરાતની મુલાકાતે PM મોદી, યોજનાઓનો કરશે શુભારંભ


Foto

આજે ગુજરાતની મુલાકાતે PM મોદી, યોજનાઓનો કરશે શુભારંભ

Aug. 23, 2018, 10:21 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ બે કાર્યક્રમોમાં સામેલ થશે તેમજ કેટલીક યોજનાઓની શરૂઆત પણ કરશે. PM મોદી વલસાડનાં જુજવા ખાતે ૧૭૨૭ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત 1.૧૫ લાખ આવાસોને તેનાં લાભાર્થીઓને સમર્પિત કરશે. નરેન્દ્ર મોદી આ ઉપરાંત 5,૦૦૦ મહિલાઓને કૌશલ પ્રમાણપત્ર અને નિયુક્તિ પત્રો આપીને તેમને મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ઔધોગિક એકમો સાથે જોડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વલસાડ ઉપરાંત જુનાગઢ અને ગાંધીનગર ખાતે પણ કાર્યક્રમોમાં હાજરી આપશે. વલસાડ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જુનાગઢમાં ૩૦૦ બેડ વાળી હોસ્પીટલનું ઉદ્ઘાટન કરશે. આજે સાંજે તેઓ ગાંધીનગરમાં આવેલ ગુજરાત ફોરેન્સિક સાયંસ વિશ્વવિદ્યાલયનાં દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રોનું વિતરણ કરશે.