loader

Breaking News


Home > National > અડધાં કિલોમીટર પગપાળાં ચાલીને PM મોદીએ કરી બાબા કેદારનાથની પૂજા


Foto

અડધાં કિલોમીટર પગપાળાં ચાલીને PM મોદીએ કરી બાબા કેદારનાથની પૂજા

Nov. 7, 2018, 12:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના હર્ષિલમાં સૈન્ય જવાનો સાથે દિવાળી ઉજવ્યા બાદ કેદારનાથ પહોંચ્યા હતા. અહીં હેલિપેડથી ઉતર્યા બાદ લગભગ અડધા કિલોમીટરનો રસ્તો તેમણે પગપાળા જ કાપ્યો હતો અને બાબા કેદારનાથના મંદિર પહોંચીને પૂજા અર્ચના કરી હતી. આ વખતે તેઓએ જળાભિષેક કર્યો હતો. પાછલાં બે વખતથી તેઓ રુદ્રાભિષેક કરી રહ્યા હતા. મંદિરથી બહાર આવીને તેઓએ નંદીને પ્રણામ કર્યા હતા અને મંદિરની પરિક્રમા પણ કરી હતી. ત્યારબાદ તેઓએ નિર્માણ કાર્યોની પણ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ ત્રીજી વખત કેદારઘાટી આવ્યા છે.

અહીં પહોંચીને પૂજા - અર્ચના અને નિર્માણકાર્યોની સમીક્ષા કર્યા બાદ પ્રધાનમંત્રી દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. આ પહેલાં પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડ દુર્ઘટનાનું એક ફોરો પ્રદર્શન પણ જોયું હતું. જૂન 2013 માં ઉત્તરાખંડમાં પ્રલય આવ્યો હતો અને સમગ્ર કેદારઘાટી નાશ પામી હતી. તબાહી બાદ જે નિર્માણકાર્ય શરુ થયું તેની પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી હતી.