loader

Breaking News


Home > National > મોદી સરકારની પ્રથમ અગ્નિપરીક્ષા, અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારે થશે ચર્ચા


Foto

મોદી સરકારની પ્રથમ અગ્નિપરીક્ષા, અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારે થશે ચર્ચા

July 18, 2018, 2:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સંસદનું મોન્સુન સત્ર આજથી શરુ થઇ ગયું છે. સરકાર તરફથી ૪૬ ખરડાઓને એજન્ડામાં રાખવામાં આવ્યાં છે જેમાં ત્રણ તલાક અને વિદેશ ભાગી ગયેલાં આર્થિક અપરાધીનો ખરડો વિશેષ છે. મોન્સુન સત્ર ૧૦ ઓગષ્ટ સુધી ચાલશે જેમાં કુલ ૧૮ બેઠકો યોજાશે. મોદી સરકાર વિરુદ્ધનો લોકસભામાં પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ સ્વિકાર કરી લેવામાં આવ્યો છે.

કોંગ્રેસ અને ટીડીપીનાં ઘણા સાંસદોએ સ્પિકરને અવિશ્વાસ પ્રસ્તાવની નોટીસ આપી હતી જેમાં એક પ્રસ્તાવને સદનમાં ૫૦ થી વધુ સાંસદોનાં સમર્થન બાદ સ્પિકર તરફથી સ્વિકાર કરવામાં આવ્યો હતો હવે આ પ્રસ્તાવ પર શુક્રવારે લોકસભામાં ચર્ચા થશે. સદનની કાર્યવાહી શરુ થયા અગાઉ જ સંસદ પરિસરમાં હંગામો શરુ થઇ ગયો હતો. YSR કોંગ્રેસનાં સાંસદો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે ગાંધી પ્રતિમા આગળ પ્રદર્શન કર્યું હતું.