loader

Breaking News


Home > National > અવિશ્વાસ પ્રસ્તાવ અગાઉ PM મોદીનું નિવેદન, લોકતંત્ર માટે મહત્વપૂર્ણ દિવસ, દેશ અમને જોઈ રહ્યો છે


Foto

અવિશ્વાસ પ્રસ્તાવ અગાઉ PM મોદીનું નિવેદન, લોકતંત્ર માટે મહત્વપૂર્ણ દિવસ, દેશ અમને જોઈ રહ્યો છે

July 20, 2018, 10:33 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે સંસદમાં પહેલી વખત અવિશ્વાસનાં પ્રસ્તાવનો સામનો કરવો પડશે. NDA ની પાસે સંખ્યાબળ છે તેમા શંકાને કોઈ સ્થાન નથી પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંને આ પક્ષો આ મોકાને ૨૦૧૯ માં પોતાના થનારા ફાયદા તરીકે જોઈ રહ્યા છે ત્યારે નંબરગેમમાં નબળું વિપક્ષ મોદી સરકારને પોતાના શબ્દોનાં તિરથી ઘાયલ કરવાની પૂરી રીતે કોશિશ કરશે તેવું લાગી રહ્યું છે.

અવિશ્વાસ પ્રસ્તાવ અગાઉ PM મોદીએ જણાવ્યું હતું કે આપણા સંસદીય લોકતંત્ર માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. મને ખાતરી છે કે મારાં સહયોગી સાંસદો આ અવસર પર આગળ આવશે અને એક સકારાત્મક, વ્યાપક અને કોઈ વિક્ષેપ વગર ચર્ચા કરશે. અમે લોકો અને આપણા સંવિધાન નિર્માતાઓને તેનો શ્રેય આપીએ છીએ તેમજ સમગ્ર ભારત આજે અમને નજીકથી જોઈ રહ્યું હશે.