loader

Breaking News


Home > National > મોદીની વિપક્ષ પર સર્જીકલ સ્ટ્રાઈક ....


Foto

મોદીની વિપક્ષ પર સર્જીકલ સ્ટ્રાઈક ....

May 23, 2019, 5:58 p.m.
      Whatsapp   

ભાજપની નેતૃત્વવાળી NDA 341 સીટો પર આગળ છે, તો બીજી તરફ UPA 87ની આસપાસ સમેટાઇ ગઇ. કોંગ્રેસની નેતૃત્વવાળી UPAથી અન્ય દળોને વધારે સીટ મળતી જોવા મળી રહ્યા છે. અન્ય દળોના ઉમેદવાર 114 સીટ પર જોવા મળી રહ્યા છે. ભલે હજુ સુધી રુઝાન ચાલી રહ્યા છે, પરંતુ નક્કી થઇ ચૂક્યુ છે કે, ભાજપ મોદી મેજિક પર જ સરકાર રચવા જઈ રહી છે.  આ સિવાય લોકસભા ચૂંટણીમાં મોદી પહેલા કરતા વધારે મજબૂત નેતા બનીને આગળ આવી રહ્યા છે. એવામાં લોકસભા ચૂંટણીના આ રૂઝાન પરથી ઘણા સંકેતો અને સંદેશ મળી રહ્યા છે.

લોકસભા ચૂંટણીના પરિણામ પછી નરેન્દ્ર મોદી પહેલાથી અધિક મજબૂત પ્રધાનમંત્રી બનીને આગળ આવ્યા છે. નેહરૂ અને ઇન્દિરા ગાંધી પછી મોદી ત્રીજા એવા નેતા છે જેઓ પૂર્ણ બહુમતની સાથે પરત આવ્યા છે. મોદી હૈ તો મુમકીન હૈ, અબ કીમ બાર મોદી સરકાર, એક બાર ફિર મોદી સરકાર, ભાજપા ૩૦૦ કે પાર , અને સૌથી રસપ્રદ સ્લોગન મી ભી ચોકીદાર વિગેરે એ મોદીની સર્જીકલ સ્ટ્રાઈક ને વધુ દમદાર બનાવી છે. 

આ  બધામાં મોદીના પ્રિય ભક્ત અમિત શાહનો પણ ઘણો મોટો ફાળો રહ્યો છે. તેમનું બુથ સંચાલન પણ એક સંશોધન નો વિષય બની રહ્યો છે. અને  યૂપીમાં સપા-બસપા મહાગંઠબંધનની ઘણી ચર્ચા રહી, તે પણ ફેલ થઇ. જોકે આ ગઠબંધનને ફેલ થવાની અટકળો પહેલાથી ચાલી રહી હતી. કોંગ્રેસ મહાસચિવ તરીકે રાજ કારણમાં પ્રવેશ કરનાર પ્રિયંકા ગાંધી પણ યુપીમાં પોતાનો ઓજસ ના પાથરી શક્યા. તો પ. બંગાળની વાત કરીએ તો અહીં પણ મમતા દીદી ની સામે ભાજપે બરોબરની ટક્કર આપી છે. તો બિહારમાં નીતિશ-મોદીની જોડી આગળ આરજેડી, કોંગ્રેસ  અને અન્ય ક્ષેત્રીય દળોને ગઠબંધન સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે. 

લોકસભા ચૂંટણીમાં ભાજપનું હિંદુત્વ કાર્ડની આગળ વિપક્ષનો આરોપ અસરહીન દેખાયો. ભગવાધારી ઉમેદવારીનો દબદબો જોવા મળ્યો. સાધ્વી નિરંજન જ્યોતિ, સાક્ષી મહારાજ, અને સાધ્વી પ્રજ્ઞા  ચૂંટણી જંગમાં ઉભરી ને આવ્યા છે. 

તો સૌથી મહત્વની વાત ટાઇમ મેગેઝીનની કવર સ્ટોરી " ડીવાઈડરઇન ચીફ" પણ મોદી મેજિક સામે ઘૂંટણીએ  પડી હોય તેમ લાગી રહ્યું છે.