loader

Breaking News


Home > National > મનીલોન્ડ્રીગ કેસમાં કોર્ટે માલ્યા વિરુદ્ધ જાહેર કર્યું બિન જામીનપાત્ર ધરપકડ વોરંટ


Foto

મનીલોન્ડ્રીગ કેસમાં કોર્ટે માલ્યા વિરુદ્ધ જાહેર કર્યું બિન જામીનપાત્ર ધરપકડ વોરંટ

June 21, 2018, 11:48 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મનીલોન્ડ્રીગ અને લગભગ ૬ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને દેશને અબજો રૂપિયાનું નુકશાન પહોંચાડનાર વિજય માલ્યા વિરુદ્ધ બુધવારે વિશેષ અદાલતે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. એન્ટી મનીલોન્ડ્રીગ કોર્ટના વિશેષ જજ એમ.એસ. આઝમીએ ઇડી તરફથી દાખલ કરવામાં આવેલ આરોપપત્રોથી વિજય માલ્યાનાં બિન જામીનપાત્ર ધરપકડનાં આદેશ આપ્યા હતા.

આ સાથે જ આગળની સુનાવણી ૩૦ જુલાઈ સુધી સ્થગિત ઠગાય તે પહેલા કોર્ટે વિજય માલ્યાની કંપની કિંગફિશર એરલાઈન્સ અને યુનાઈટેડ બેવરેજીસ હોલ્ડીંગ્સ લિમિટેડ વિરુદ્ધ પણ સમન્સ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ૯૦૦ કરોડ રૂપિયાનાં IDBI - કિંગફિશર એરલાઈન્સ લોન કૌભાંડમાં છેલ્લા ચાર વર્ષથી ઇડીએ વિજય માલ્યા વિરુદ્ધ આરોપપત્ર દાખલ કર્યું છે જે આજે દેશ છોડીને લંડનમાં રહી રહ્યો છે.