loader

Breaking News


Home > Gujarat > સાધુ બન્યો શૈતાન, મંદિરનો પુજારી યુવતીને ભગાડી ગયો.


Foto

સાધુ બન્યો શૈતાન, મંદિરનો પુજારી યુવતીને ભગાડી ગયો.

April 19, 2018, 11:15 a.m.
      Whatsapp   

માનવમિત્ર,કેશોદ:કેશોદનાં પંચાળાનાં સ્વામી મંદિરનાં પૂજારી સ્વામી કેશોદનાં એક હરિભક્તની યુવાન પુત્રીને ભગાડી ગયાની ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. સ્વામી 10 દિવસ પહેલાં હરિદ્વાર જવાનું કહીને જબલપુરની ટ્રેનમાં બેઠા હતા. જ્યારે યુવતી બે દિવસ પહેલાં ગુમ થઇ છે. યુવતીનાં ભાઇએ પોલીસમાં અરજી આપી છે. પંચાળા ગામે સ્વામીનારાયણ મંદિરનાં ટ્રસ્ટી ઘનશ્યામચરણદાસજીએ જણાવ્યું હતું કે, મંદિરનાં પૂજારી સાધુ કેશવજીવનદાસજી સ્વામી (પૂર્વાશ્રમનું નામ સુરેશ મનસુખભાઇ વઘાસીયા) ગત તા. 9 નાં રોજ હરિદ્વાર જવાનું કહીને જબલપુર એક્સપ્રેસમાં બેસીને રવાના થયા હતા.

હરિદ્વાર પહોંચીને ફોન કરવાનું તેમને કહ્યું હતું. પરંતુ હજુ સુધી તેમનો ફોન નથી આવ્યો. અેટલું જ નહીં, હરિદ્વાર સ્વામી મંદિરે ફોન કરતાં તેઓ હજુ ત્યાં નથી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. વળી તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. બીજી બાજુ મૂળ પંચાળા ગામનાં અને હાલ કેશોદ રહેતા એક હરિભક્તની યુવાની પુત્રી પણ ગુમ છે. આથી તેના ભાઇઅે પોલીસમાં અરજી આપી છે. જેમાં કેશવજીવનદાસજી સ્વામી પોતાની બહેનને ભગાડી ગયાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, તા. 12 નાં રોજ આપેલી અરજીમાં હજુ સુધી પોલીસે કોઈ F.I.R નોંધી નથી. તા. 9 એપ્રિલે સ્વામી રવાના થયા બાદ તેના બીજા દિવસે 10 મીએ યુવતી પણ સ્વામી સાથે ગઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, હાલમાં કેશોદનાં પીઆઇ પટેલ રજા પર છે.

સાધુ અનેક ગુનાઓમાં સંડોવાયેલો:

ગુમ થયેલા કેશવજીવનદાસજી સ્વામી અમારા ગામની એક છોકરીને ઉપાડી ગયો છે. આ છોકરી ગુમ થયા પહેલાં આ સાધુના સંપર્કમાં હતી. અને આ સાધુ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે: દેવાયતભાઇ, પંચાળા સરપંચ

અગાઉ કાઢી મૂકવાની જરૂર હતી:

આ સ્વામી અગાઉ પણ આવી કપટી લીલાઓમાં સંડોવાયલો હતો. આથી મંદિર ટ્રસ્ટે ત્યારે જ તેને કાઢી મૂક્યો હોત તો આ ઘટના અત્યારે ન બનત: જયેન્દ્રભાઇ મોહનભાઇ ગોટેચા, હરિભક્ત