loader

Breaking News


Home > Gujarat > રાજ્યભરમાં ૭૩.૮૭ ટકા વરસાદ સાથે ચોમાસાએ વિદાય લીધી


Foto

રાજ્યભરમાં ૭૩.૮૭ ટકા વરસાદ સાથે ચોમાસાએ વિદાય લીધી

Sept. 15, 2018, 4:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ રાજ્યમાં ચોમાસું હવે હળવે હળવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. વરસાદ પણ ધીમી ધારે કયાંક કયાંક વરસે છે. રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૩.૮૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત રીજીયનમાં ૯૪.૭૯ ટકા અને સૌથી ઓછો કચ્છ રીજીયનમાં ૨૬.૫૧ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૪૨.૯૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૨.૨૦ ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૬.૮૩ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતા અહેવાલો મુજબ આજે તા.૧૪/૦૯/૨૦૧૮ સુધીમાં રાજ્યના આણંદ, ગીર- સોમનાથ, ભરૂચ, નવસારી અને વલસાડ મળી કુલ પાંચ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે. સૌથી વધુ ગીર-સોમનાથ જિલ્લામાં ૧૩૯.૮૫ ટકા અને સૌથી ઓછો કચ્છ જિલ્લામાં ૨૬.૫૧ ટકા વરસાદ નોંધાયો છે. ઉપરાંત આણંદ જિલ્લામાં ૧૦૧.૮૦ ટકા, ભરૂચમાં ૧૦૧.૮૪ ટકા, નવસારીમાં ૧૦૯.૭૮ ટકા અને વલસાડ જિલ્લામાં ૧૦૧.૮૦ ટકા સરેરાશ વરસાદ થયો છે. આ ઉપરાંત રાજ્યના ૩૪ તાલુકાઓ એવા છે કે, જ્યાં ૧૦૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે.