loader

Breaking News


Home > National > ચોમાસું સત્ર : સરકારને ઘેરવા માટે વિપક્ષે કરી તૈયારી, આ મુદ્દા સંસદમાં ઉઠાવશે


Foto

ચોમાસું સત્ર : સરકારને ઘેરવા માટે વિપક્ષે કરી તૈયારી, આ મુદ્દા સંસદમાં ઉઠાવશે

July 17, 2018, 9:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : 18 જુલાઈથી શરુ થઇ રહેલાં ચોમાસું સત્રમાં સરકારને ઘેરવા માટે વિપક્ષે પોતાની તૈયારી પૂરી કરી લીધી છે. સત્ર શરુ થવાનાં ઠીક પહેલાં સોમવારે ૧૩ વિપક્ષી પાર્ટીઓએ બેઠક યોજી હતી. બેઠકમાં સરકારને કયા મુદ્દા પર ઘેરવામાં આવે તેની પર ચર્ચા કરવામાં આવી હતી. સત્રમાં વિપક્ષી પાર્ટીઓ રાફેલ ડીલ, નિરવ મોદી, મેહુલ ચોકસીથી લઈને લલિત મોદી અને વિજય માલ્યા જેવા ભ્રષ્ટાચારીઓનો મુદ્દો પણ ઉઠાવશે.

આ ઉપરાંત હાયર એજ્યુકેશનમાં એસસી - એસટી અને ઓબીસી અનામતને ખતમ કરવાનો સવાલ પણ ઉઠશે. આ સાથે જ વિપક્ષી પાર્ટીઓ મોબ લીન્ચિંગ, દલિત ઉત્પીડન, મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર જેવા મુદ્દા પણ સંસદમાં ઉઠાવશે.