loader

Breaking News


Home > National > રાફેલ મુદ્દે કોંગ્રેસ આરપારની લડાઈના મૂડમાં, CAG બાદ CVC તપાસની કરશે માંગ


Foto

રાફેલ મુદ્દે કોંગ્રેસ આરપારની લડાઈના મૂડમાં, CAG બાદ CVC તપાસની કરશે માંગ

Sept. 24, 2018, 10:07 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ પાર્ટી આરપાર લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસ કોઈપણ રીતે આ મુદ્દાને છોડવા નથી માંગતી અને મોદી સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે. આ મુદ્દે હવે કોંગ્રેસ રાફેલ ડીલને CVC માં લઇ જવાની તૈયારી કરી રહી છે. કથિત ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ CVC પાસે આ ડીલની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી શકે છે.

ગયા અઠવાડિયે કોંગ્રેસે કૅગની મુલાકાત લીધી હતી. પાર્ટીએ કેગ પાસે ડીલમાં કથિત અનિયમિતતા પર એક રિપોર્ટ તૈયાર કરવા અને તેને સંસદમાં રજુ કરવા માટે અનુરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે પાર્ટી આ અનુરોધ ઉપરાંત આ સબંધમાં ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવાની માંગ કરશે.

રાફેલ મુદ્દા પરના હુમલાને તેજ કરતા, કોંગ્રેસે રવિવારના રોજ એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુપ્તતાની શપથનું ઉલ્લંઘન કર્યું છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે હવે સમય આવ્યો છે કે નાણાં પ્રધાન અરુણ જેટલી અને વડા પ્રધાન જુઠ્ઠું બોલવાનું બંધ કરે.