loader

Breaking News


Home > Gujarat > મોદીની યાત્રામાં 5000થી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત


Foto

મોદીની યાત્રામાં 5000થી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત

Oct. 30, 2018, 1:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરનાં દિવસે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે. લોકાર્પણ કાર્યક્રમને સાનુકુળ અને સરળ રીતે પાર પાડવા માટે પાંચ હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે.



આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેટલાક રાજ્યોનાં મુખ્યપ્રધાન, રાજ્યપાલો અને અન્ય ટોપનાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ કાર્યક્રમનાં સંબંધમાં એક પોલીસ નાયબ મહાનિર્દેશકનાં માર્ગદર્શનમાં બે પોલીસ મહાનિર્દેશક(આઇજી) સહિત પાંચ જિલ્લાના પોલીસ અધિક્ષક(એસપી), ૫૦ પોલીસ નિરીક્ષણ(પીઆઇ), ૩૦૦થી વધારે પોલીસ નાયબ નિરીક્ષણ(પીએસઆઇ)ની જુદા જુદા સ્થળો પર તૈનાતી કરવામાં આવનાર છે. આ સમગ્ર વિસ્તારમાં આશરે પાંચ હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવનાર છે. મોદીની યાત્રાને લઇને કેવડિયા કોલોની અને નર્મદા જિલ્લાને છાવણીમાં ફેરવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમ માનવામાં આવે છે કે કેવડિયાનાં પહાડી વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ઘોડેસવાર પોલીસને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.