loader

Breaking News


Home > National > કેરળમાં નીપાહ વાઈરસથી વધુ એક વ્યક્તિનું મોત, મૃત્યુઆંક ૧૩ થયો


Foto

કેરળમાં નીપાહ વાઈરસથી વધુ એક વ્યક્તિનું મોત, મૃત્યુઆંક ૧૩ થયો

May 28, 2018, 10:18 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કેરળ : કેરલનાં કોઝીકોડમાં નીપાહ વાઈરસને કારણે વધુ એક વ્યક્તિનું મોત થઇ ગયું છે જેના કારણે આ બીમારીને લઈને કુલ મૃત્યુઆંક ૧૩ જેટલો થઇ ગયો છે. આધિકારિક સુત્રોનાં જણાવ્યા મુજબ જીલ્લાનાં પલાજીમાં રહેનારા ૨૬ વર્ષનાં અબીને એક ખાનગી હોસ્પિટલમાં એક અઠવાડિયા સુધી રોગ સામે ઝઝૂમ્યા બાદ પોતાનો દમ તોડી દીધો હતો. કલ્યાણી નામની મહિલાનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું.

પેરમ્બરાનાં એક ગામમાં નીપાહ વાઈરસ ફેલાયા બાદ ૧૬ વ્યક્તિ નિદાનમાં અસરગ્રસ્ત જણાયા હતા જેમાંથી ૧૩ વ્યક્તિનાં મોત થયા હતા. આરોગ્ય મંત્રી કે.કે, શૈલજાએ જણાવ્યું હતું કે અધિકારીઓએ તે લોકોની માહિતી એકત્ર કરી છે જે મૃતક વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં હતા અને હવે તેઓ સારવાર હેઠળ છે.