loader

Breaking News


Home > Health > Health : વહેલાં જન્મ લેનાર શિશુઓમાં આરોગ્ય સંબધિત સમસ્યાઓનો વધુ ખતરો : સંશોધન


Foto

Health : વહેલાં જન્મ લેનાર શિશુઓમાં આરોગ્ય સંબધિત સમસ્યાઓનો વધુ ખતરો : સંશોધન

March 24, 2018, 12:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લંડન : તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નિર્ધારિત ગાળા કરતા થોડાક સપ્તાહ પહેલા જન્મ લેનાર નવજાત શિશુમાં શિશુ તરીકે આરોગ્યની સમસ્યા ઊભી થવાનો ખતરો પ્રમાણમાં વધારે રહે છે. નવા અભ્યાસ દરમિયાન તબીબોએ જણાવ્યું છે કે વહેલી તકે જન્મ લેનાર બાળકોમાં આરોગ્યની સમસ્યા ઊભી થવા માટે કેટલાક પરિબળો જવાબદાર રહે છે.

ઉપરાંત તબીબોએ જણાવ્યું હતું કે વ્યાપક અભ્યાસ બાદ તેઓ આ મુજબના તારણ ઉપર પહોંચ્યા છે. સંશોધકોએ લિસેસ્ટર, લિવરપુર, ઓક્સફોર્ડ, વાર્વિક, નેશનલ પેરિમેન્ટલ, ઇપીડેમીલોજી યુનિટની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધન બાદ આ મુજબના તારણો આપ્યા છે. ૧૦ વર્ષ અગાઉ જન્મ લઈ ચૂકેલા બ્રિટનમાં ૧૪૦૦૦ બાળકોને આવરી લઈને આ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાંચ વર્ષની વય સુધી તેમના ઉપર અભ્યાસની પ્રક્રિયા ચાલી હતી.