loader

Breaking News


Home > Gujarat > આવાસ યોજના હેઠળ બે લાખથી વધુ મકાન બનશે : વિજય રૂપાણી


Foto

આવાસ યોજના હેઠળ બે લાખથી વધુ મકાન બનશે : વિજય રૂપાણી

Aug. 24, 2018, 5:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યના મુખ્યતમંત્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડ જિલ્લાના જુજવા ગામે યોજાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના ૧,૧૫,૫૫૧ લાભાર્થીઓના પ્રધાનમંત્રીના હસ્તે ઇ ગૃહ પ્રવેશના પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યો સરકારે આ યોજના હેઠળ ર,૦૫,૦૦૦ મકાનો લાભાર્થીઓ માટે બનાવવાનું આયોજન કર્યું છે અને આ સંકલ્પ ટૂંક સમયમાં પૂરો કરાશે.

મુખ્યમંત્રી અનેકવિધ પ્રકારે લોકોપયોગી યોજનાઓ અમલમાં મૂકવા માટે પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન આપતા જણાવ્યું કે, આપની યોજનાઓ ગરીબો માટેની સાચી લાગણી અને ઊંડી સંવેદનશીલતાની અનુભૂતિ કરાવે છે. તેમણે દિલ્હીની દૂરંદેશીસભર પહેલનો લાભ ગુજરાતના ગરીબો અને છેવાડાના માનવીઓને આપવા માટે પ્રધાનમંત્રીનો હાર્દિક આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે જળ દૂકાળ ભૂતકાળની વાત બની જાય તેવું સમુચિત પાણી પુરવઠાનું આયોજન કર્યું છે. તેમણે જણાવ્યું કે, અસ્ટોરલ જુથ પાણી પુરવઠા યોજના ધરમપુર અને કપરાડા તાલુકાઓના વનબંધુઓને ઘરેઘેર નળ દ્વારા પીવાનું ચોખ્ખું પાણી આપશે, અને હેન્ડ પંપથી પાણી સિંચવાની વિપદામાંથી લોકોને મુક્ત કરાશે.