loader

Breaking News


Home > Gujarat > સચિવાલયમાં ફાઇલોનાં થયા ઠગલા, વર્ગ-1ની પરીક્ષા આપતા મોટાભાગનાં ડેપ્યુટી સેક્શન અધિકારી મેડિકલ રજાઓ પર


Foto

સચિવાલયમાં ફાઇલોનાં થયા ઠગલા, વર્ગ-1ની પરીક્ષા આપતા મોટાભાગનાં ડેપ્યુટી સેક્શન અધિકારી મેડિકલ રજાઓ પર

Oct. 22, 2018, 2:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગર હવે ભરતી કરવાનું હબ બની ગયું હોય તેમ ગુજરાત રાજ્યમાંથી મોટાભાગનાં પરીક્ષાર્થીઓએ અહીંયા ડેરા તાણી દીધા છે. ત્યારે ગુજરાત સચિવાલયનાં ડેપ્યુટી સેક્શન અધિકારી તથા સેક્શન અધિકારીની જગ્યાઓની પરીક્ષાઓ લઈને ભરતી કરી હતી. ત્યારે ભરતી થઈ ગયા બાદ નીત નવી પરીક્ષાઓ આવતી હોય છે ત્યારે રવિવારનાં રોજ યોજાયેલી વર્ગ-૧ની પરીક્ષામાં નવયુવાનો ઉમટી પડ્યા હતાં. ત્યારે સચિવાલયનાં મોટાભાગનાં ડેપ્યુટી સેક્શન અધિકારીમાં નોકરી કરતાં કર્મચારીઓ ૨૦ દિવસ અગાઉથી મેડિકલથી લઈ અનેક બહાનાબાજીથી રજા ઉપર ઉતરી જતાં મોટાભાગનાં અરજદારોની ફાઈલોને ધક્કો વાગતો બંધ થઈ ગયો હતો.



૨૧ ઓક્ટોબરનાં રોજ વર્ગ-૧ની પરીક્ષાઓ લેવાતા મોટાભાગનાં સચિવાલયમાં નવી ભરતી થયેલા યુવાનો ૨૦ થી ૨૫ દિવસથી પરીક્ષાનાં તૈયારી કરવાના ભાગરૂપે મેડિકલ કે માંદગી, બિમારી અન્ય બહાનાબાજી બતાવીને રજા ઉપર ઉતરી ગયા હતાં. ત્યારે મોટાભાગનું કામ સચિવાલયમાં જે ફાઈનલ પુટઅપ કરવાનું હોય છે. નિયમો ટાંકવાના હોય છે ઉતરતા ૨૦ થી ૨૫ દિવસથી સરકારમાં કોઈ જ કામ ન હોય તેમ એક બે ત્રણ કચેરી બંધ જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે મોટાભાગનાં કર્મચારીઓની અંગત તપાસ કરવામાં આવે તો વર્ગ-૧ની પરીક્ષામાં તેઓ હાજર હતાં ત્યારે ભારે બેકારીમાં નોકરી મળેલ છે તેમાં વધુ લાભ અને વધુ આગળ વધવા ખોટી રીતે મેડિકલ રજાઓ પર ઉતરી જતાં હજારો અરજદારોની ફાઈલો ઉપર તરાપ જેવું લાગી રહ્યું છે એક બાજુ નોકરી મળતી નથી અને મળી છે તો કદર ન કરીને રજાઓ પર ઉતરી જતાં ઘણાં જ અરજદારોને ધરમના ધક્કા પડ્યા હતાં ત્યારે સચિવાલયનાં નાયબ સચિવ, સચિવ કક્ષાનાં અધિકારીઓ પણ ફાંફે ચઢ્યા હતાં અને ખાસ કિસ્સા કે પછી ઈમરજન્સી ફઆઈલો હોય તો તેવી જ ફાઈલોનો નિકાલ થયો હતો. ત્યારે સરકાર ડેપ્યુટી સેક્શન ઓફિસરની ભરતી કરતાં તેમાં મોટાભાગનાં વર્ગ-૧ની પરીક્ષા આપવા ગયા હતાં. તો પછી પાસ થઈ જાય તો વારંવાર જગ્યાઓ ખાલી પડતી જાય અને કરોડો રૂપિયા આ ભરતી પાછળ સરકાર ખર્ચતી જાય તે પણ યોગ્ય નથી. ત્યારે આ બાબતે સરકારે ગંભીર થઈને નવા નિયમો કડક લાવવાની જરૂર છે ત્યારે સચિવ તથા નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને જાતે કારકુન કક્ષાની કામ કરવું પડ્‌યું હતું.