loader

Breaking News


Home > Gujarat > તહેવારોની રજાઓમાં મોટાભાગની ટ્રેનો હાઉસફૂલ


Foto

તહેવારોની રજાઓમાં મોટાભાગની ટ્રેનો હાઉસફૂલ

Aug. 29, 2018, 10:20 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : જન્માષ્ટમી સહિતનાં આગામી તહેવારોને લઇ હરવા ફરવા માટે પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ જવા માટે લાંબા રૂટની ટ્રેનોમાં કન્ફર્મ ટીકિટ મળવી દૂરની બાબત છે, પરંતુ સેકન્ડ ક્લાસ સ્લીપર કોચ માટે પણ ૨૦૦ સીટ સુધીનું વેઈટિંગ જોવા મળતા ધાર્મિક યાત્રાએ જવા ઈચ્છુક પ્રવાસીઓને ફરજિયાત તત્કાલ ટીકિટ લેવા માટે મજબૂર થવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.



તહેવારોને લઇ રજાઓમાં મોટાભાગની ટ્રેનો હાઉસફુલ થઇ ગઇ છે, તો પેસેન્જરોનાં ભારે ધસારાને લઇ વેઇટીંગ લીસ્ટ પણ લાંબુ ખેંચાતુ જાય છે. સામાન્ય રીતે ઉનાળુ અને દિવાળી વેકેશનમાં ઉતર ભારત અને દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનો હાઉસફૂલ જોવા મળે છે, પરંતુ જન્માષ્ટમીનાં સમય દરમિયાન શનિ-રવિ, સોમ એમ ત્રણ જાહેર રજામાં એક સાથે આવતી હોવાના કારણે ફરવા માટે ગોવા અને ધાર્મિક યાત્રા માટે વૈષ્ણોદેવી મથુરા તરફ યાત્રીઓનો ઘસારો વધ્યો છે. હરવા ફરવાના શોખીનોએ તહેવારોમાં મહિના અગાઉ જ ટીકિટ બુક કરાવી લીધી છે તેથી તહેવારોનાં ૨૦૦ જેટલું વેઈટિંગ ક્લિયર થવાનું અસંભવ છે ત્યારે યાત્રિકો માટે તત્કાલ ટીકિટ એક માત્ર સહારો છે. મુંબઈ, દિલ્હી, હરિદ્વાર, મહાકાળેશ્વર, મનાલી, શિમલા, ગોવા, શ્રીનગર વગેરે સ્થળોએ જવા માટે ટ્રેનો લાંબું વેઈટિંગ લિસ્ટ છે. ખાસ ઉત્તર ભારત જવા માટે યાત્રિકોનો ઘસારો વધુ હોય છે.