loader

Breaking News


Home > Gujarat > ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં વરસાદે કરી મહેર, ગાંધીનગર રહ્યુ વંચિત


Foto

ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં વરસાદે કરી મહેર, ગાંધીનગર રહ્યુ વંચિત

June 25, 2018, 1:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ગુજરાતનું કેપિટલ ગાંધીનગરમાં વરસાદ જાણે સંતાકૂકડી રમતો હોય તેવું લાગી રહ્યુ છે. ગઇ કાલે રવિવારે રાજ્યમાં મોટાભાગનાં શહેરોમાં વરસાદ પડ્યો હતો, પરંતુ જો ગાંધીનગરની વાત કરીએ તો અહી લોકોએ આખા દિવસ દરમિયાન ઉકળાટનો અનુભવ કર્યો હતો.



હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન વહેલી સવારથી જ સુરતમાં સતત બીજા દિવસે મેઘરાજાનું આગમન થઈ ગયું હતું. જેમાં સૌથી વધુ વરસાદ રાંદેરમાં ૪૯ મીમી નોંધાયો હતો. જ્યારે આજે પણ મેઘરાજાએ ઉધનાને કોરું રાખ્યું હતું. સુરત અને અમદાવાદ શહેરમાં ગત રોજથી શરૂ થયેલા વરસાદ આજે પણ યથાવત રહ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં વાર્ષિક સરેરાશ કરતા ૬૦ થી ૯૦ ટકા વરસાદ ઓછો છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ ફેલાયો છે. તેનાથી વિપરિત પરિસ્થિતિ ગાંધીનગરમાં જોવા મળી હતી, જ્યા લોકો વરસાદની રાહ જોતા રહ્યા પણ વરસાદની જગ્યાએ અહી ઉકળાટનો અનુભવ લોકોને થયો હતો.