loader

Breaking News


Home > Gujarat > ગુજરાતનાં મોટાભાગનાં ધારાસભ્યોએ પોતાનો પરિચય બતાવવામાં કરી આળસ


Foto

ગુજરાતનાં મોટાભાગનાં ધારાસભ્યોએ પોતાનો પરિચય બતાવવામાં કરી આળસ

May 5, 2018, 12:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું સત્ર પતે આજે ઘણો સમય થઇ ગયો છે પરંતુ હજુ સુધી મોટાભાગનાં ધારાસભ્યોએ પોતાની પરિચય પુસ્તિકા પ્રસિદ્ધ કરી નથી. 1962થી પ્રસિદ્ધ કરાતી પરિચય પુસ્તિકા માટે ઘણા ખરા ધારાસભ્યોએ પોતાનો પરિચય આજદિન સુધી વિધાનસભા સચિવાલયને પહોચાડ્યો નથી. લાગુ પડતા દરેક ભથ્થાનો લાભ લેવામાં પહેલા એવા આ ધારાસભ્યોનો પરિચય જો જનતાને જ નહી હોય તે તેનું શું કહેવું.



સચિવ દ્વારા વારંવાર યાદ કરાવવા છતા પોતાનો પરિચય ન આપી શકતા ધારાસભ્યો શું આળસમાં છે કે કેમ તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. ગુજરાતનો સ્થાપના દિવસ એટલે કે 1,મે 1962થી ગુજરાત વિધાનસભાની સ્વતંત્ર રચના કરવામાં આવી હતી. 1962થી આજદિન સુધી વિધાનસભાનાં દરેક ધારાસભ્યો પોતાનો પરિચય એક પુસ્તિકામાં નોંધાવે છે. પરિચયમાં ધારાસભ્યોની ઓળખ એટલે કે નામ, સરનામું ટૂંકમાં લખવામાં આવે છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ પુસ્તિકામાં દરેક ધારાસભ્યોનાં પરિચયની યાદી અંગ્રેજી ભાષામાં લખવામાં આવે છે. આ પુસ્તિકામાં ધારાસભ્યનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, નામ અને સરનામાની જરૂર રહે છે. આ પરિચય પુસ્તિકા 1962થી લખવામાં આવે છે પરંતુ આ વખતની વિધાનસભાની રચના થયે 4 મહિના થઇ ગયા છે તે છતા હજુ સુધી ઘણા એવા ધારાસભ્યો છે જેમણે પરિચય આપવામાં ઢીલાપણું દેખાડ્યુ છે.