loader

Breaking News


Home > Bollywood > જે ડાંસને અશ્લિલ સમજાય છે તેના પર બની ફિલ્મ


Foto

જે ડાંસને અશ્લિલ સમજાય છે તેના પર બની ફિલ્મ

Sept. 27, 2017, 8:40 p.m.
      Whatsapp   

ભોજપુરી ફિલ્મ જગત એવા વિષય પર ફિલ્મ લઇને આવી રહી છે, જેને અશ્લિલતા સાથે જોડવામાં આવે છે. પરંતુ ભોજપુરી ફિલ્મ નચનિયામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ નાંચ અને તેનાથી જોડાયેલા લોકોની વ્યથાને પડદા પર સારી રીતે ઉતારી શકાય. ફિલ્મની ગંભીરતાને એ વાતથી પણ સમજી શકાય છે કે તેને સેંસર બોર્ડ તરફથી ગ્રીન સિંગ્નલ મળી ગયુ છે.

આ ફિલ્મનાં પ્રોડ્યુસર વિશાલ દુબે અને ડાયરેક્ટર સમીર રમેશ સુર્વેએ જણાવ્યું હતુ કે, આ કોન્સેપ્ટ એક અલગ જ અનુભવ કરાવે છે. ક્યારેક બિહાર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં લૌંડા નાચ ઘણો પ્રસિદ્ધ હતો પરંતુ તેમા અશ્લિલતા હાવી થવાથી તેની જગ્યા ઓર્કેસ્ટ્રાએ લઇ લીધી અને નાંચના નામે અશ્લિલતા વધી ગઇ. ફિલ્મની સ્ટોરી આ સંસ્કૃતિનાં વિલુપ્ત થવાની છે. તેનાથી જોડાયેલા કલાકારોની વ્યથા નચનિયામાં દેખાડવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે જ્યારે સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ ત્યારે સમસ્યા થઇ કે મુખ્ય કલાકાર કોણ બને? કોઇ નામચીન કલાકારને ફિલ્મના કેન્દ્રમાં કાસ્ટ કરવો જોખમી હતુ કારણ કે ભોજપુરીના બધા કલાકારોની પોતાની એક અલગ ઇમેજ છે. સાથે આ પાત્ર માટે એક એવા કલાકારની જરૂરત હતી કે જે સારો ડાંસર તો હોય જ સાથે તેને ભોજપુરી સંસ્કૃતિની સમજ હોય.

ભોજપુરીના એક ડાંસ બેસ રિયાલિટી શો થી ચમકેલા અવિનાશ ત્રિવેદીએ તેમની આ કમીને પૂરી કરી હતી. ફિલ્મની બે વખત સ્ક્રીનિંગ રાખવમાં આવી હતી. જેમાં ભોજપુરી સ્ટાર સિવાય તેવા લોકોને પણ ફિલ્મ બતાવવામાં આવી જેમની નજરમાં ભોજપુરી ફિલ્મોમાં માત્ર અશ્લિલતા પિરસવામાં આવે છે. દરેકે આ ફિલ્મના ખુબ વખાણ કર્યા. ખાસ વાત એ છે કે આ ફિલ્મનાં બધા કલાકારો નવા છે.

હાર્દિક શાહ