loader

Breaking News


Home > National > સાંસદો પોતાનાં પગાર વધારા કરતાં દેશનાં વિકાસમાં યોગદાન આપે : વરુણ ગાંધી


Foto

સાંસદો પોતાનાં પગાર વધારા કરતાં દેશનાં વિકાસમાં યોગદાન આપે : વરુણ ગાંધી

Oct. 24, 2018, 12:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : ઉત્તર પ્રદેશનાં સુલતાનપૂરના સાંસદ અને ભાજપનાં નેતા વરુણ ગાંધીએ નિવેદન આપતાં કહ્યું હતું કે દેશનાં સાંસદોને વારંવાર પોતાના પગાર - ભથ્થા વધારવાના સ્થાને દેશનાં વિકાસમાં યોગદાન આપવું જોઈએ। તેઓએ લોકસભા, વિધાનસભાઓ તેમજ અન્ય સદનોમાં સાંસદો અને ધારાસભ્યો માટે વ્હિપ સિસ્ટમ ઉપર પણ સવાલ ઉઠાવ્યાં. તેઓએ જણાવ્યું હતું કે તેને ખતમ કરવામાં આવે તો દેશનું ભલું થઇ શકે છે.

તેઓ અહીં આદર્શ મહિલા કોલેજમાં આયોજિત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેઓએ દેશમાં અસમાનતાને અન્યાય ગણાવીને નવી રાજનીતિનું આહવાન કર્યું હતું. તેઓએ સવાલ ઉઠાવીને કહ્યું હતું કે આજે દેશમાં સાંસદો હાથ ઉઠાવતાં જ તેમનો પગાર વધી જાય છે. એવી શું જરૂરિયાત ઉભી થાય છે કે સાંસદોનો પગાર વારંવાર વધારવો પડે છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે સાંસદો અને ધારાસભ્યો પોતાનો પગાર ના લેય તો દેશનાં 400 કરોડ રૂપિયા બચી જશે.