loader

Breaking News


Home > Gujarat > નવરાત્રી વેકેશનને લઇને મોટાભાગની ખાનગી શાળાઓને વાંધો


Foto

નવરાત્રી વેકેશનને લઇને મોટાભાગની ખાનગી શાળાઓને વાંધો

Aug. 3, 2018, 1:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ શહેરમાં મોટાભાગની ખાનગી સ્કુલો નવરાત્રિ વેકેશનને લઇને વાંધો ઉઠાવી રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જેને લઇને હજુ પણ ચર્ચાનો જોર વધ્યો છે. મોટાભાગની ખાનગી સ્કુલોએ ચુકાદા પર ફેરવિચારણા કરવાની માંગણી કરી છે.શાળાઓનું કહેવુ છે કે, આટલી રજા પડશે તો પાઠ્યક્રમ અથવા તો અભ્યાસક્રમને કઇરીતે પૂર્ણ કારશે તેને લઇને પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ આ વિરોધ પ્રદર્શન જારી રહે તેવી શક્યતા છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી પત્ર લખીને વિરોધ નોંધાવી દેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં ફેરવિચારણા કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યમાં શૈક્ષણિક સત્રની વાત કરવામાં આવે તો પ્રથમ શૈક્ષણિક સત્ર ૧૧મી જૂનથી ચોથી નવેમ્બર દરમિયાનનું હોય છે અને એમાં કાર્ય દિવસ ૧૧૬ દિવસનાં હોય છે જ્યારે દિવાળી વેકેશન 5મી નવેમ્બરથી ૨૫મી નવેમ્બર છે. આમા રજાનાં દિવસો ૨૧ દિવસ હોય છે. જ્યારે બીજા સત્રની શરૂઆત ૨૬મી નવેમ્બર ૫મી મે દરમિયાન રહે છે. આમા ૧૨૧ દિવસ કાર્ય દિવસ હોય છે. કુલ શૈક્ષણિક સત્રનાં કાર્યનાં દિવસો ૨૪૭ હોય છે. છઠ્ઠી મેથી ૫મી જૂન દરમિાયન વેકેશનનો ગાળો રહેશે.

સરકારે નવરાત્રિ અને દિવાળીનાં વેકેશનને લઇને જે નિર્ણય કર્યો છે તેને લઇને ભારે નારાજગી અકબંધ દેખાઈ રહી છે. ઘણા વાલીઓ પણ આને લઇને વાંધો ઉઠાવી રહ્યા છે. બીજી બાજુ નવરાત્રિ વેકેશનને લઇને મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓ ખુશ પણ દેખાઈ રહ્યા છે. સોશિયલ મિડિયા પર જુદા જુદા પ્રકારનાં મેસેજા આવી રહ્યા છે. દિવાળી, નવરાત્રિની રજાઓ, રવિવારની રજાઓ અને અન્ય રજાઓની સાથે અભ્યાસની સરખામણી થઇ રહી છે.