loader

Breaking News


Home > National > મુંબઇ વિમાન દુર્ઘટના : "હું ખખડેલાં પ્લેનમાં ઉડવા માટે જઈ રહી છું" ક્રેશ પહેલાં પીડિતાએ પિતાને કહ્યું હતું


Foto

મુંબઇ વિમાન દુર્ઘટના : "હું ખખડેલાં પ્લેનમાં ઉડવા માટે જઈ રહી છું" ક્રેશ પહેલાં પીડિતાએ પિતાને કહ્યું હતું

June 30, 2018, 2:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર,ચંદીગઢ: મુંબઈમાં ઘાટકોપર પશ્ચિમમાં ગઈકાલે સર્જાયેલાં વિમાન અકસ્માતમાં એન્જીનીયર સુરભીએ પ્લેન ક્રેશ થતાં પહેલા રૂટિન પોતાના પિતા સાથે ફોન પર વાતચીત કરતાં જણાવ્યું હતું કે હું જે પ્લેનમાં જઈ રહી છુ તે સાવ ખખડેલું પ્લેન છે.

હરિયાણાના સોનેપટમાં રહેતાં પોતાના પિતા સાથે આ અંગે વાતચીત કરી હતી તે દરમિયાન સુરભીએ ફોન પર પોતે ભંગાર પ્લેનમાં ઉડ્ડયન કરવાની છું તેવી જાણકારી પિતાને આપી હતી.આ વાત થયા પછી બપોરે એવાં સમાચાર મળ્યાં કે પોતાની વ્હાલસોયી દીકરી તૂટી પડેલા વિમાનમાં મૃત્યું પામી છે. પિતા એસ.પી.ગુપ્તાએ આજે પત્રકારોને આક્રોશ સાથે જણાવ્યું હતું કે પ્લેન આટલી ખરાબ હાલતમાં હતું તો પછી ઉડાનની પરમિશન કેવી રીતે આપી? પોતાની પુત્રી વિષે જણાવ્યું હતું કે તે ખુબ જ બહાદુર હતી હજી ગયા વર્ષે જ તેણે એક પાઇલોટ સાથે લગ્ન કર્યા હતાં અને થોડા સમય પહેલા મહારાષ્ટ્ર સરકારે તેનું સન્માન કર્યું હતું।

ગઈકાલની ઘાટકોપરની વિમાની દુર્ધટનામાં પાઇલટ, કો-પાઇલટ, બે મેઇન્ટેન્સ એન્જીનીયર અને એક રાહદારી એમ પાંચ જણાનાં મૃત્યુ પામ્યા હતાં.