loader

Breaking News


Home > National > મુંબઇનાં ક્રિસ્ટલ ટાવરમાં લાગી આગ, ફાયરબ્રિગેડની ગાડી પહોચી ઘટનાસ્થળે


Foto

મુંબઇનાં ક્રિસ્ટલ ટાવરમાં લાગી આગ, ફાયરબ્રિગેડની ગાડી પહોચી ઘટનાસ્થળે

Aug. 22, 2018, 11:12 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : મુંબઇનાં ક્રિસ્ટલ ટાવરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોય તેવા સમાચાર મળી આવ્યા છે. સુત્રોનાં જણાવ્યા મુજબ આગ ટાવરનાં 13માં માળે લાગી છે. આ ટાવરનો 13માં માળ રેસિડેન્સીયલ છે. આગ એટલી ભયંકર લાગી છે કે તેને ઓળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.



ક્રિસ્ટલ ટાવરમાં ફસાયેલા લોકોને ધીરે ધીરે ક્રેનની મદદથી નીકાળવામાં આવી રહ્યા છે. સુત્રોનાં જણાવ્યા મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ આઠ લોકો ઘાયલ થયા છે. જો કે રાહત બચાવનાં કામને ઝડપથી કરવામાં આવી રહ્યા છે પરંતુ મળતી માહિતી અનુસાર આગ એટલી ભયંકર સ્વરૂપ ધારણ કરી ચુકી છે કે ફાયર બ્રિગેડને આગ ઓલવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.