loader

Breaking News


Home > Gujarat > નગરપાલિકા ચુંટણી પરિણામ : ભાજપ ૪૫, કોંગ્રેસ ૨૪ પાલિકાઓમાં આગળ, ૩ માં ટાઈ


Foto

નગરપાલિકા ચુંટણી પરિણામ : ભાજપ ૪૫, કોંગ્રેસ ૨૪ પાલિકાઓમાં આગળ, ૩ માં ટાઈ

Feb. 19, 2018, 2:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂટણી બાદ હવે નગરપાલિકા ચુંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મજબુત ટક્કર જોવા મળી રહી છે. આજે આવી રહેલા નગરપાલિકાની ચુંટણીનાં પરિણામોમાં ભાજપને શરૂઆતી લાભ મળી રહેલો દેખાઈ રહ્યો છે. સવારે ભાજપ અને કોંગ્રેસમાં કાંટાની ટક્કર હતી પરંતુ ત્યારબાદ ભાજપ આગળ નીકળી ગઈ હતી.

અત્યાર સુધી આવેલા પરિણામોમાં ૭૪ માંથી ૪૫ નગરપાલિકા બેઠકો પર ભાજપ આગળ છે જયારે ૨૪ નગરપાલિકાઓ પર કોંગ્રેસ આગળ છે તેમજ ૩ પાલિકાઓમાં ટાઈ પડી છે. અત્યાર સુધી કોંગ્રેસે ભાજપ પાસેથી ૧૫ પાલિકાઓ આંચકી લીધી છે. આજે રાજ્યની ૭૪ પલીકોમાંનથી ૭૪ પાલિકાઓની ચુંટણીનાં પરિણામો જાહેર થયા હતા. શનિવારે યોજાયેલ મતદાનમાં ૬૪.૩૭ ટકા વોટીંગ થયું હતું.

આજે જાહેર થયેલ પરિણામોમાં કોંગ્રેસે ભાજપ પાસેથી ૧૫ થી પણ વધુ પાલિકાઓ આંચકી લીધી છે. કોડીનાર નગરપાલિકાની 28 બેઠકમાંથી ભાજપ ૧૫ અને કોંગ્રેસ ૧ બેઠક જીત્યું છે જયારે અન્ય બેઠકોની ગણતરી ચાલુ છે તેજ રીતે અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકામાં ભાજપનો 13 અને કોગ્રેસનો સાત બેઠક પર વિજય થયો છે. જામનગરના કાલાવડ નગરપાલિકા પર ભાજપે 28 માંથી 18 બેઠકો જીતી જ્યારે કોગ્રેસને 10 બેઠકો જીતી છે.