loader

Breaking News


Home > Gujarat > નગરપાલિકા ચુંટણી પરિણામ : ૩૭ પાલિકાઓ પર ભાજપ જયારે ૨૬ પર કોંગ્રેસ આગળ


Foto

નગરપાલિકા ચુંટણી પરિણામ : ૩૭ પાલિકાઓ પર ભાજપ જયારે ૨૬ પર કોંગ્રેસ આગળ

Feb. 19, 2018, 11:25 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં વિધાનસભાની ચુંટણી બાદ પ્રથમ વખત યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજની ચુતાનીઓમાં કોંગ્રેસ ફરી ભાજપને જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે. વિધાનસભાની માફક અહી પણ કોંગ્રેસે ભાજપને ટક્કર આપીને વધુ પાલિકાઓમાં જીત મેળવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હાલમાં ૩૭ પાલિકાઓ પર ભાજપ અને ૨૬ પર કોંગ્રેસ આગળ છે.

આજે જાહેર થયેલ પરિણામોમાં કોંગ્રેસે ભાજપ પાસેથી ૧૫ થી પણ વધુ પાલિકાઓ આંચકી લીધી છે. કોડીનાર નગરપાલિકાની 28 બેઠકમાંથી ભાજપ ૧૫ અને કોંગ્રેસ ૧ બેઠક જીત્યું છે જયારે અન્ય બેઠકોની ગણતરી ચાલુ છે તેજ રીતે અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકામાં ભાજપનો 13 અને કોગ્રેસનો સાત બેઠક પર વિજય થયો છે. જામનગરના કાલાવડ નગરપાલિકા પર ભાજપે 28 માંથી 18 બેઠકો જીતી જ્યારે કોગ્રેસને 10 બેઠકો જીતી છે.

વધુમાં સલાયા નગરપાલિકાની 28 બેઠકમાંથી કોગ્રેસે 24 અને ભાજપે ચાર બેઠક પર વિજય મેળવ્યો છે જયારે ભાવનગર જિલ્લાની તળાજા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમા ભાજપના 4 ઉમેદવારો જીત નોંધાઈ છે. આમ ધીમે ધીમે નગરપાલિકાઓની ચુંટણીનાં પરિણામો આવવાનાં શરુ થઇ ગયા છે જેમાં બપોર સુધી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ જશે.