loader

Breaking News


Home > Gujarat > મ્યુનિસિપાલ્ટીનો એક્શન પ્લાન પહેલાં ઝાપટે જ ધોવાયો


Foto

મ્યુનિસિપાલ્ટીનો એક્શન પ્લાન પહેલાં ઝાપટે જ ધોવાયો

June 25, 2018, 4:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર,અમદાવાદ:અમદાવાદમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઈ છે શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ વાવાઝોડાં સાથે એન્ટ્રી કરી હતી જેને કારણે પૂર્વમાં 2ઇંચ અને પશ્ચિમ વિસ્તારમાં 1ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં ભારે વાવાઝોડું આવતાં ટપોટપ એકસાથે 16 વૃક્ષો ધરાશયી થઈ ગયા હતાં.શહેરમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ઝોનમાં અને પૂર્વ ઝોનમાં એકંદરે 47 અને 32.87 મીમી નોંધાયો હતો. ખોખરા અને હાટકેશ્વરમાં તો સિઝનનાં પ્રથમ વરસાદમાં જ લોકોનાં ઘૂંટણ સુધી પાણી આવી જતાં ભારે હાલાકી વેઠવી પડી હતી.ઇસનપુરમાં એક મકાનમાં છતાં ધરાશયી થઇ જતા એક ચાર વર્ષીય બાળકનું મોટ થયું હતું.

છેલ્લાં ઘણાં સમયથી મ્યુનિ દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનનાં ખુબ જોરશોરથી દાવા કરવામાં આવતાં હતાં જોકે આજે પ્રથમ વરસાદે જ મ્યુનિનાં પ્રિ-મોન્સૂન પ્લાનનું સુરસુરિયું થઈ ગયું હતું. સતત પાંચ દિવસથી શહેરમાં વરસાદ હાથતાળી આપતો હતો જેને કારણે લોકો અકળાયા હતાં જેથી આજે સવારથી જ વરસાદ વરસતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


હવામાન ખાતાના જણાવ્યાનુસાર આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.