loader

Breaking News


Home > National > મુન્ના બજરંગી મર્ડર કેસ : જેલર સહીત પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ


Foto

મુન્ના બજરંગી મર્ડર કેસ : જેલર સહીત પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ

July 9, 2018, 1:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બાગપત : પૂર્વાંચલનાં કુખ્યાત ડોન પ્રેમ પ્રકાશ ઉર્ફ મુન્ના બજરંગીની બાગપત જેલમાં હત્યા કરી દેવામાં આવી હતી. આજે પૂર્વ બસપા MLA લોકેશ દીક્ષિત પાસેથી ખંડણી માંગવાનાં આરોપમાં બાગપત કોર્ટમાં મુન્ના બજરંગીને હાજર કરવાનો હતો. મુન્ના બજરંગીને રવિવારે ઝાંસી જેલથી બાગપત લાવવામાં આવ્યો હતો. તેને તન્હાઈ બેરેકમાં કુખ્યાત સુનીલ રાઠી અને વિક્કી સુહેંડાની સાથે રાખવામાં આવ્યો હતો. હત્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે બાગપત જીલ્લા જેલનાં જેલર, ડેપ્યુટી જેલર સહીત ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

મુન્ના બજરંગીની જેલમાં જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેલમાં માફિયા ડોનની હત્યાથી અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો તેમજ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી ગઈ છે. ઘટનાની સુચના મળતાં જ જીલ્લાઅધિકારી અને પોલીસ અધિક્ષક જેલ પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો હતો.