loader

Breaking News


Home > National > મુથૂટ ફાઇનાન્સે વ્હાઇટ ગુડ્સ ખરીદવા માટે ઝીરો વ્યાજ અને સરળ ઇએમઆઇ લોનની કરી જાહેરાત


Foto

મુથૂટ ફાઇનાન્સે વ્હાઇટ ગુડ્સ ખરીદવા માટે ઝીરો વ્યાજ અને સરળ ઇએમઆઇ લોનની કરી જાહેરાત

Nov. 1, 2018, 12:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કોચી : ભારતની સૌથી મોટી ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની મુથૂટ ફાઇનાન્સે આજે કેરળનાં પૂરપીડિતોને વ્હાઇટ ગૂડ્‌સ (જીવનજરૂરી ઉપકરણો) ખરીદવા માટે ઝીરો વ્યાજ અને સરળ ઇએમઆઇ લોન આપવાની જાહેરાત કરી હતી.



કંપનીએ ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’ને ભંડોળ હસ્તાંતરિત કરવા સર્વિસ ચાર્જમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરીને પૂર રાહતની પહેલોને સપોર્ટ પણ કર્યો છે. કેરળમાં તાજેતરમાં આવેલા સદીનાં સૌથી વિનાશક પૂરથી લાખો લોકોનું રોજિંદા જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એટલે મુથૂટ ફાઇનાન્સે પૂરપીડિતોને મદદ કરવા ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન વગેરે જેવા હોમ એપ્લાયન્સિસ ખરીદવા વ્યાજમુક્ત લોન પ્રદાન કરવાની જાહેરાત કરી છે. મુથૂટ ફાઇનાન્સનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જ્યોર્જ એલેક્ઝાન્ડર મુથૂટે કહ્યું હતું કે, “અમે લોકોનું જીવન થાળે પાડવા એમની સાથે ઊભા છીએ. અમારું માનવું છે કે, સરળ ઇએમઆઇ લોન સાથે ઝીરો વ્યાજની લોન કુટુંબોને જરૂરી ચીજવસ્તુઓ સાથે પોતાનું ઘર ફરી ઊભું કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત સર્વિચ ચાર્જ માફ કરીને કંપની વધુ લોકોને કુદરતી આફત સામે લડવા અને એક થવા માટે સક્ષમ બનાવે છે.”