loader

Breaking News


Home > Gujarat > મારું એનકાઉન્ટર થઇ શકે છે, પ્રવીણ તોગડિયાએ ભાજપ પર આડકતરા ચાબખા માર્યા


Foto

મારું એનકાઉન્ટર થઇ શકે છે, પ્રવીણ તોગડિયાએ ભાજપ પર આડકતરા ચાબખા માર્યા

Jan. 16, 2018, 1:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદથી ગઈકાલે નાટ્યાત્મક ઢબે ગાયબ થઇ જનાર વિહીપના નેતા ડૉ. પ્રવીણ તોગડીયાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તોગડીયાએ જણાવ્યું હતું કે મારા અવાજને દબાવવાની કોશિષ થઇ રહી છે તેમજ મારું એનકાઉન્ટર પણ થઇ શકે છે. ડૉ. તોગડીયાએ આડકતરી રીતે ભાજપ પર આક્ષેપ પણ લગાવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે પ્રવીણ તોગડિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબંધો બગડેલાં છે.

આજે યોજાયેલ પ્રેસમાં તોગડિયાએ કહ્યું હતું કે હું સુખ અને સમૃદ્ધી છોડીને નીકળ્યો છું. પ્રેસ દરમિયાન તોગડિયા ભાવુક થઇ ગયાં હતાં અને લોકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મારું એન્કાઉન્ટર કોણ કરાવવા માંગે છે તેમનાં નામ હું પુરાવા સાથે હાજર કરીશ. વધુમાં તેઓએ કહ્યું હતું કે રાજસ્થાન પોલીસ મારી ધરપકડ કરવાં આવી છે તેવા સમાચાર મળતાં રાજસ્થાનના ગૃહ મંત્રીને ફોન કર્યો હતો પણ તેઓએ જણાવ્યું હતું કે એવી કોઈ હિલચાલ થઇ નથી.

આમ પ્રવીણ તોગડિયા ગૂમ થવાનાં મામલે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે ઘણાં વર્ષોથી ભાજપ અને વિહીપને બનતું નથી. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન થવા માટે કટ્ટર હિન્દુત્વની રાજનીતિ ઓછી કરતાં વિહિપ અને પ્રવીણ તોગડિયાને આ ફેરફાર પસંદ નહોતો આવ્યો ત્યારબાદ બંને વચ્ચેના સબંધોમાં ખટરાગ વ્યાપ્યો છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ એનકાઉન્ટરની વાત કરીને આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધ્યું હતું.