loader

Breaking News


Home > Gujarat > સ્ટેચ્યું ઓફ યુનિટીનાં વિશાળ હોર્ડિંગ્સમાં ડેપ્યુટી સીએમનું નામ ગાયબ કે બાદબાકી


Foto

સ્ટેચ્યું ઓફ યુનિટીનાં વિશાળ હોર્ડિંગ્સમાં ડેપ્યુટી સીએમનું નામ ગાયબ કે બાદબાકી

Oct. 19, 2018, 2:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશમાં સૌથી ઊંચી અને મહાકાય એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ ટુંકા જ દિવસોમાં એટલે કે ૩૧ ઓક્ટોબરનાં રોજ થવાનું છે ત્યારે અનાવરણ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મુખ્યમંત્રી રૂપાણી તથા ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આ બાબતે તમામ કાર્યમાં બાજ નજર રાખી રહ્યાં છે ત્યારે પાટીદાર સમાજમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં વિશાળ હોર્ડિંગ્સમાંથી ડેપ્યુટી સીએમનું નામ ન દેખાતા પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો સાથે ભારે ચર્ચાએ જાર પકડ્યું છે.



તારીખ ૩૧ ઓક્ટોબરનાં રોજ સરદાર પટેલની જન્મ જયંતિ આવી રહી છે ત્યારે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનાં અનાવરણ માટે રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને પ્રચાર પ્રસાર રાષ્ટ્ર વ્યાપી અભિયાનમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને ફરીવાર હોર્ડિંગ્સમાંથી ગાયબ કરી દીધા છે કે બાદબાકી કરી છે તેની ચર્ચા સચિવાલયથી લઈને તમામ પાટીદાર પ્રભાવિત ક્ષેત્રોમાં ચાલી રહી છે. જ્યારે નામદાર કોર્ટનાં હુકમ કે કોઈ આદેશ હોય તો નાયબ મુખ્યમંત્રીની બાદબાકી કરવામાં આવતી હોય તો ડેપ્યુટી સીએમની ગરીમાનું પણ વિચારવું જાઈએ તેવો લોકોનો કક ઊઠવા પામ્યો છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમકક્ષ પુરપાટ વેગે પ્રજાનાં પ્રશ્નોને વાંચા આપી રહ્યાં હોય તો તે ડેપ્યુટી સીએમ નિતિન પટેલ હોવાનું પણ ચિત્ર ઉપસી આવ્યું છે આજે સોમવારથી શુક્રવારે જો સૌથી વધારે વર્કલોડ અને લોકોને વધારે મળતાં હોય અને સંભાવના હોય તો નિતિન પટેલનો નંબર આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે થનારા આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં અનાવરણનાં કાર્યક્રમ અને મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનાં સભ્યો અને ધારાસભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ રાજ્યોમાં જઈને રૂબરૂ આમંત્રણ પણ પાઠવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને સાથે રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સ્થળની મુલાકાત લઈ પ્રેઝન્ટેશન નિહાળવા સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે મનન કરીને ચર્ચા કરી હતી. ગાંધીનગરનાં ચ- ૦ સર્કલ સહિત રાજ્યભરમાં વિશાળ હોર્ડિંગ્સ મુકવામાં આવ્યા છે તેમાંથી રાજ્યનાં ડેપ્યુટી સીએમની ફરીવાર બાદબાકી થતાં અને હોર્ડિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં જ ફોટા છે અને સરદાર પટેલનું એક મોટું કટ આઉટ મુકવામાં આવ્યું છે ત્યારે પાટીદાર સમાજથી લઈને પાટીદાર પ્રભાવિત ક્ષેત્રોમાં નીતિન પટેલનાં નામની બાદબાકીથી ભારે ચર્ચાનો વિષય બન્યો છે.