loader

Breaking News


Home > National > ‘કૌન બનેગા કરોડપતિ’નાં નામે લોકોને છેતરતી ટોળકી ઝડપાઈ


Foto

‘કૌન બનેગા કરોડપતિ’નાં નામે લોકોને છેતરતી ટોળકી ઝડપાઈ

Oct. 30, 2018, 11:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આમ તો ‘કૌન બનેગા કરોડપતિ’ શો લોકોમાં ખૂબ ફેમસ છે, પરંતુ ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં તમે જીતી ગયા છો તેમ જણાવીને લોકો પાસેથી પૈસા પડાવતી ઠગ ટોળકીની સુરત પોલીસે ધરપકડ કરી છે. પોલીસનાં હાથે ઝડપાયેલી ટોળકી તો માત્ર શતરંજનાં નાનાં પ્યાદા સમાન છે.



છેલ્લી દસ સીઝનથી આમ તો આ શો સફળતાપૂર્વક ચાલી રહ્યો છે અને એમાં હવે તો ઓનલાઇન પણ આ શો રમીને સવાલનાં જવાબ આપી શકાય છે, પરંતુ જા તમે ઓનલાઇન આ શો રમતા હોવ તો તમારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આ શોમાં તમે જીતી ગયા છો અને તમને ૨૫ લાખ રૂપિયાનું ઈનામ લાગ્યું છે. જેમાં તમારે પ્રોસેસિંગ ફી તેમજ બીજા વાંધાઓ રજુ કરી એક ટોળકી લોકોને આવી ઠગી રહી છે જેનો એક ભોગ સુરતનાં કાપોદ્રા વિસ્તારનાં એક કાપડ વેપારી બનવા પામ્યા હતા. કપડાનાં વેપારી મયુરભાઈનાં ફોન પર અજાણ્યા ઇસમનો કોલ આવ્યો અને કહ્યુ કે, “હું કૌન બનેગા કરોડપતિમાંથી વાત કરું છું. લકી ડ્રોમાં તમને ૨૫ લાખનું ઇનામ લાગ્યું છે”. આવી રીતે ફેક કોલ કરીને તેમને કહ્યુ કે તમારે ઇનામનાં પૈસા મેળવવવા માટે ટ્રાંન્સફર ફી ભરવાની રહેશે. આવી રીતે ઠગ ટોળકીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને અલગ અલગ ખાતાનાં નંબર આપીને કુલ ૪.૧૬ લાખ પાડવી લીધા હતા. જો કે બાદમાં ફરિયાદીને જાણ થઇ હતી કે તેમની સાથે ઠગાઈ છે.