loader

Breaking News


Home > Gujarat > પાર્કિંગનાં નામે ઉઘાડી લુંટ સામે હિમાંશુ બન્યાં પ્રજાનાં દૂત


Foto

પાર્કિંગનાં નામે ઉઘાડી લુંટ સામે હિમાંશુ બન્યાં પ્રજાનાં દૂત

July 28, 2018, 11:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્ય ટ્રાફિકની સમસ્યા જોરદાર વકરી છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં પિકઅવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગી જાય છે ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે સરકારે રેલ્વે સ્ટેશન, મોલ, બસ સ્ટેશન, હોસ્પિટલ જેવા જાહેર સ્થળોએ પાર્કિંગ ચાર્જ નાબુદ કરવો જોઈએ.

વધુમાં આ પ્રકારનાં જાહેર સ્થળોએ પ્રજા સાથે ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ બંધ કરવાની માંગ કરતાં તેમણે જણાવ્યું છે કે, વિકાસનાં નામે રામભરોસે ચાલતી આ નિષ્ઠુર સરકાર નામદાર કોર્ટની ટકોર સિવાય જાગતી જ નથી. જાણે કે આરોગ્ય, શિક્ષણ, પોલીસ- ટ્રાફિક, વિજળી, નર્મદા જેવા વિભાગો અને તેનાં નિર્ણયો નામદાર કોર્ટ દ્વારા જ લેવાતા હોય તેવી સ્થિતિમાં રૂપાણી સરકારે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ દ્વારા પ્રજાને લૂંટવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ.

તેઓએ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભાજપે તેમનાં મળતીયાંઓને વિશાળ શોપીંગ કોમ્પ્લેક્ષો, પાર્ટી પ્લોટ કે ફ્લેટ બાંધવા ગેરકાયદેસર આડેધડ મંજૂરી આપી દીધી છે જેમાં મોટા ભાગે પાર્કિંગની સુવિધા રાખવામાં આવી નથી અને જાહેર શોપીંગ કોમ્પ્લેક્ષોમાં ક્યાંક અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગ હોય તો તેનો ઉપયોગપણ કરાતો નથી. જ્યારે રાજ્ય સરકાર દ્વારા જ રેલવે સ્ટેશન, એસ.ટી. સ્ટેન્ડ, સરકારી હોસ્પિટલો, બાગ - બગીચા અને અન્ય જાહેર સ્થળોએ પાર્કિંગ માટે ખુલ્લી સરકારી જમીન ટેન્ડરથી ભાડે આપી લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે.