loader

Breaking News


Home > National > રાફેલ ડીલ માટે મોદી સરકારે આપ્યું હતું રિલાયન્સનું નામ : પૂર્વ ફ્રેન્ચ પ્રમુખ ઓલાન્દે


Foto

રાફેલ ડીલ માટે મોદી સરકારે આપ્યું હતું રિલાયન્સનું નામ : પૂર્વ ફ્રેન્ચ પ્રમુખ ઓલાન્દે

Sept. 22, 2018, 10:03 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાફેલ ડીલને લઈને દેશમાં વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. ભારત અને ફ્રાન્સ સરકાર વચ્ચે થયેલ ડીલમાં અનિલ અંબાણીની એન્ટ્રી પર કોંગ્રેસ સતત સવાલ ઉઠાવી રહી છે અને હવે એક નવા ખુલાસાથી વિવાદને વધુ હવા મળી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અનિલ અંબાણીને ડીલમાં સામેલ કરવા મુદ્દે મોદી સરકારને સતત પ્રશ્ન અને શાબ્દિક પ્રહારો કરીને ઘેરી રહ્યા છે ત્યારે એક ફ્રેન્ચ વેબસાઇટે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાન્દેનો સંદર્ભ આપીને જણાવ્યું હતું કે રાફેલ ડીલ માટે મોદી સરકારે અનિલ અંબાણીની રિલાયન્સનું નામ સૂચવ્યું હતું અને દસો પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. ઓલાન્દેનું કહેવું છે કે ભારત સરકાર તરફથી જ રિલાયન્સનું નામ આપવમાં આવેલ. રિલાયન્સને પસંદ કરવામાં દસોની કોઈ ભૂમિકા નથી.

આ મામલે આ ખબર છાપનાર મીડિયાપાર્ટના અધ્યક્ષે જણાવ્યું હતું કે સોદાને લઈને ઓલાંદ બિલકુલ સ્પષ્ટ છે. તેઓએ સોડા વખતે અનિલ અંબાણીની હાજરીને લઈને ભારત સરકાર પર સવાલ ઉપસ્થિત કર્યો હતો. ભારત સરકાર તરફથી આ મુદ્દે રિલાયન્સને જબરદસ્તી થોપી બેસાડવામાં આવી છે.